________________ એકવીશ ભવનો સ્નેહ સંબંધ 197 યોગ્ય છે. કારણ કે હવે તમારે ઈન્સાફ પતી ગયો છે. રાજકુમારી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈને તમે તમારે જીવ હાલો ગણી તમારો હક તમે જ કર્યો છે. મંત્રી સુબુદ્ધિએ રાજકુમારોને દિલાસે આપતાં મુદ્દાની વાત કરી, - “રાજકુમારી તો બળી ભસ્મ થઈ ગઈ, હવે હકનો કાંઈ સવાલ જ રહેતો નથી. મંત્રીજી ! રાજકુમારમાંથી એક જણ બોલ્યો. . છતાંય એ તો તમે પણ કબુલ કરશે કે લલિતાગે જીવને જોખમમાં નાખી પિતાનું બલિદાન આપી દીધુ. સાહસથી એણે પોતાનો હક સાબીત કર્યો કેમ ખરુંને?” હક સાબીત થયો કે ન થયો, એથી શું ? હક સાબિત કરવા જતાં એણે પિતાને જાન ખોયો. આ ભવમાં હવે એ કયાં પાછા આવવાનું છે અને કદાચ આવે તો યે શુ !" રાજકુમાર હો. - “રાજકુમાર ! માનો કે કદાચ દેવતાની સહાયથી પિાછા આવે તો ??? મંત્રીની આંખ હસી ને રાજકુમારોને પ્રશ્ન કર્યો “આવે તો એ ભલે એનો હક ભેગવે, એમાં અમારે શું ?" રાજકુમાર સમજતો હતો કે પોતાની સગી આંખે અગ્નિમાં બળી મરેલા જોયેલાં કદિ પાછા આવ્યાં નથી આવશેય નહિ. માત્ર આ તો મંત્રીની વાતુરતા હતી. તે તમારી વાત ન્યાય પુરસ્સર છે. કદાચ માનો કે બને દેવતાની સહાયથી અહીયાં હાજર થાય તે લલિતાંગજ રાજકુમારીને યોગ્ય ગણાય. મંત્રીની વાત રાજકુમારેએ પણ અંગીકાર કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! શું તમારામાં એવી કઈ શક્તિ છે કે એ અગ્નિથી બળેલાને તમે જીવતાં અહીં હાજર કરો !" Jun Gun Aaradhak Trust