________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હશે શું! શું એનું સાહસ ! કેવો એનો આત્મવિશ્વાસ ! કેવો એનો સ્નેહ !" - મંત્રી! તમે કહેતા હતા કે પરિણામ સારું આવશે તમારૂં સારૂ પરિણામ તે આજ કે બીજું? નાહક નરી બે ઉત્તમ જીની હત્યા કરાવી નાખી !' ઉદાસ વદને રાજા મંત્રીને કંઇક ઠપકો આપતો હોય તે ઢબે બે. - મને લાગે છે કે હજી પણ એથી સારું પરિણામ આવશે રાજન !" મંત્રી સુબુદ્ધિ મુછમાં હસતો બોલ્યો પોતાની કારવાઈની કેઈને ખબર નહોતી. રાજાએ ચિતા તૈયાર કરાવી પણ મંત્રીએ ભેંયરૂ તૈયાર કરાવી બચાવની જે તૈયારી કરી હતી તેની મંત્રી સિવાય કેઇને માલુમ નહોતી. બધાય સમજ્યા કે આ બન્ને જુવાન આત્મા સંસારની મેજ જોયા વગર આ ફાની દુનિયા છોડી ચાલ્યા. ગયા હતા, “હજી એથી ય સારૂં! રાજાની આંખ ચમકી. “શુ હજી કોઈને ભાગ લેવાનો બાકી છે શું ? “ના મહારાજ, આપ જરી ધિરજ રાખો. પ્રથમ પેલા ત્રણે રાજકુમારે હવે શું કરવા માગે છે તે તો જાણીએ.” મંત્રીએ કહ્યું, “હા ! બોલાવે.” રાજાએ પહેરેગીરેને આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી એ ત્રણે રાજકુમાર રાજાની સભામાં આવીને હાજર થયા. રાજાએ તેમને પ્રશ્ન પૂછો, તેના. જવાબમાં રાજકુમારે બેલ્યા. મહારાજ અમે હવે અમારા દેશ જવાની તૈયારી કરી રહ્યા છીએ, આજને આજ અમે અહીંથી ચાલ્યા. જવા માગીએ છીએ.” . “તમારા જેવા શાણું અને સમજી રાજકુમારોને તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust