________________ 184 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પુરૂષની વાણી સાંભળીને મને મહાન આનંદ થાય છે. એને જેવા માત્રથી પણ મારા શરીરનાં રમાય વિકસ્વર થાય છે કંઈકંઈ ભાવના હૈયામાં હાલી ઉઠે છે માટે જરૂર આજ મારા પતિ હશે, નહિતર બીજા પુરૂષમાં મારું મન કદાપિ રમે નહિ.” “હે સુજ્ઞ! મારો ઇતિહાસ નગરીમાં ગયા પછી તમને કહીશ.” મનમાં કંઇક વિચાર કરી બાળા પુરંદરયશા બોલી. પણ આપ આ ભયંકર અરણ્યમાં શી રીતે આવી ચડ્યા તે વાત કહો? આપના શરીરે કુશલતા છે ને? : “હે સુલોચને ! તારા મુખરૂપી ચંદ્રનું દર્શન કરીને મારે આનંદ રૂ૫ સમુદ્ર આજે વૃદ્ધિ પામ્યો. મને લાગે છે કે તારા પુણ્યથી પ્રેરાયેલો હું મારા પરિવારથી વિખુટે પડીને અકસ્માત અહીં આવી ચડયો છું.” કુમારે પોતાની બધી હકીકત કહી સંભળાવી. એ રીતે વાતચિતમાં તેમની નિશા ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગઈ પ્રાત:કાળ થતાં તો પગલાને અનુસરે સૈન્ય આવી પહેર્યું ને કુમારનો જયજયકાર કર્યો. કુમાર અને કુમારિકાને જોઈ બધા ખુશી થયા. આગળ ચાલતા સુખપૂર્વક અનુક્રમે તેઓ વિજયાવતી નગરીએ આવી પહોંચ્યા. રનચૂડ રાજાએ રાજકુમાર તથા તેના પરિવારનું સન્માન કર્યું. પુરંદરયાની હકીકત જાણી રાજા પોતાના ભાવી જામાતા ઉપર અધિક પ્રસન્ન થયો, શુભ મુદ્દત્ત મોટી ધામધુમપૂર્વક બન્નેનાં લગ્ન થઈ ગયાં. કેટલાક દિવસ પછી ૨નચડ રાજાની રજા લઈ નિધિકુંડલ પિતાની પ્રિયા અને પરિવાર સાથે પોતાના નગરે આવ્યું. પિતાએ કુમારનો પ્રવેશ મહોત્સવ કર્યો. નિધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust