________________ એકવીશ ભવન નેહસંબંધ 185 કંડલ પિતાની છાયામાં દેવતાની માફક સુખ ભોગવતો પિતાને કાલ વ્યતીત કરતો હતો, સુખમાં મનુષ્યો દેવતાની માફક જતા કાલને પણ જાણતા નથી. એકદા નરશેખર રાજા શત્રુની સામે યુદ્ધ ચડ્યા. ત્યાં શત્રુ સાથે યુદ્ધ કરતાં રાજાને કારમો ઘા લાગ્યો, એ ઘાની પીડાથી રાજા નરશેખર આયુષ્ય પૂર્ણ કરીને પરલોક સિધાવી ગયા. પિતાના મરણથી રાજકુમાર દુ:ખી દુ:ખી થઈ ગયો, રાજ્ય અને ભેગથી વિરકત થઈ ગયો, “અરે અરે! લક્ષ્મી, જીવિત, યૌવન, પરિવાર બધુ અનિત્ય છે. જે કાલે હોય છે તે આજે નથી હોતું, જે આજે છે તે કાલે નથી હોતું. ભેગે એ તો રેગોને કરનારા છે. સંયોગ છે ત્યાં એક દિવસે વિયોગ આવવાનો છે. સંસારની એવી ક્ષણભંગુર બાબતોમાં પ્રાણીને સુખ તે ક્યાંથી હોય ? હે જીવ! સંસારના એવા કયા સુખમાં તું રાચી માચીને આનંદ માની રહ્યો છે કે પોતાને અમર માનીને સંસારના મોહમાં લપટાઈ રહ્યો છે ? પણ અરે મૂઢ! તુ એટલુંય નથી જાણતો કે–જન્મ, જરા અને મૃત્યુ, રેગ, શેક અને સંતાપ પ્રતિદિવસ તારો નાશ કરી રહ્યા છે. માતાપિતાને વિષે જે સ્નેહ છે તે પણ દુ:ખદાચી છે. આ તો બધું પંખીના મેળા જેવું છે. રાત્રીએ એકત્ર થયેલાં પંખીઓ પ્રાત:કાળે વૃક્ષ ઉપરથી જેમ ભિન્ન ભિન્ન માગે ઉડી જાય છે તેમજ માતાપિતાદિક પરિવાર પણ મૃત્યુ પછી કચીકચી ગતિમાં ચાલી જાય છે તે આપણે શી રીતે જાણીએ. - અરે આ દુ:ખમય સંસારમાં માતા કરીને પ્રિયા થાય છે ને પ્રિયા તે બીજા જન્મમાં માતા થાય છે. પુત્ર તે પિતા થાય છે ને પિતા પુત્રપણાને પામે છે. શત્રુ હોય. છે તે ભાઈ થાય છે ત્યારે ભાઈ કવચિત શત્રુપણે ઉત્પન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust