________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 181 રાજાને સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ કુમારના પ્રયાણ માટે મુહૂર્તા જોવરાવ્યું. એક સારા મુહૂર્ત રાજાએ નિધિકુંડલ કુમારને હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે સુભટે તેમજ ઉત્તમ કળાકુશળ મંત્રીઓ સાથે વિજ્યાવતીના માગે રવાને કર્યો. અખંડિત પ્રયાણ કરતાં નિધિ કુંડલ કુમાર મહા અરણ્યમાં આવ્યો તે સમયે દિવગે કુમારને અશ્વ સમુદાયથી વિખુટો પડી અન્યત્ર ચાલ્યો ગયો, અશ્વથી હરાયેલ કુમાર એકાકીપણે વનમાં ભટકતો નિશા સમયે જાગ્રતપણે વનમાં સમય વ્યતીત કરવા લાગ્યો. એ ભયંકર અરણ્યમાં મધ્યરાત્રીને સમયે જાગ્રત રહેલા તે નિશ્ચિકુંડલ કુમારે રૂદન કરતી કેઈક સ્ત્રીને શબ્દ સાંભળ્યો આ ભયંકર જંગલમાં સ્ત્રીનું રૂદન ! નક્કી એ તો કોઈ ' પાપી રાક્ષસનું કારસ્તાન, જોવા તો દે. દુ:ખી સ્ત્રીના રૂદનથી દુ:ખી થયેલો કુમાર શબ્દને અનુસારે એ રૂદન કરતી સ્ત્રીની નજીક આવી પહોંચ્યો. દષ્ટિ માર્ગમાં રહે તેવી રીતે ગુમપણે કુમાર એની ચિકિત્સા જેવા લાગ્યો, સાંભળવા લાગ્યો. - અગ્નિની જ્વાળાઓ વનને પ્રકાશિત કરી રહી હતી, એવા અગ્નિકુંડની સમીપે સ્નાન કરાવેલી, રક્તચંદનના લેપવાળી, રાતાકણેરની માળાને ગળામાં ધારણ કરેલી, દર સ્વરૂપવાન કુમારીકાને કાપાલિકે મંડલમાં ઉભી રાખેલી હતી. ગી હાથમાં મસ્તકને છેદન કરવાવાળી કત્તિકાને લઈને તેની પાસે ઉભે છત, દેવીની સ્તુતિ કરતા હતા “હે ભગવતિ ! હે ત્રિશુલ ધારીણી ! હે દેવી! આ બાળારૂપ બલિને ગ્રહણ કર.” * , યોગીએ બાળા તરફ ફરીને છેલ્લાં છેલ્લાં કહ્યું. “હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust