________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 179 રાજકુમાર ! એનું નામ, ઠામ, ઠેકાણું તો કહો.ઝ એ તો હુંય નથી જાણતે, આજ સુધી મેં એને ક્યાંય જોઈ નથી. એના જેવું લાવણ્ય પણ જોયું નથી.” નિરાશ થતો ખિન્નવદને રાજકુમાર , કુમારની હકીકતથી મિત્રો પણ ચિંતાતુર થયા બધાય વિચારમાં પડ્યા કે હવે કરવું શું એ સ્વમસુંદરીને ધવીય શી રીતે ? એ ચિંતાતુર રાજકુમાર અને તેના મિત્રો સમક્ષ એક રાજસેવક આવીને ઉભો રહ્યો. “રાજકુમાર ! રચૂડ રાજાના સેવકે આપનાં દર્શન કરવાની રજા માગે છે, રાજાએ એમને આપની પાસે મોકલ્યા છે. આપને કંઈક | અદ્દભૂત બતાવવા માગે છે. રાજસેવકની વાણી સાંભળી | કુમારે અનુમતિ આપી. રત્નચુડ રાજાના સેવકોએ રાજકુમારની પાસે આવી નમસ્કાર કરી પેલું અદ્દભૂત લાવણ્ય યુક્ત ચિત્રપટ રાજકુમારના હાથમાં મુક્યું. એ ચિત્રને જોતાંજ વિહવળતા યુક્ત નેત્રવાળે કુમાર બો૯યો. “એજ ! એજ ! સ્વમ- : સુંદરી, મિત્રો !" કુમાર ! આ તો કેઈ દેવીનું ચિત્ર જણાય છે. સ્વમમાં આપને કેઈ દેવીનાં દર્શન થયાં લાગે છે કે શું? ચિત્રપટને જોતાં મિત્રોએ અભિપ્રાય આયો. “આ કોણ દેવીનું ચિત્ર છે ?) રાજકુમારે મિત્રોની સમતિથી આગંતુક રાજસેવકોને પૂછયું એના મિત્રોએ પણ દેવીની વાત જાણવાને કાન સરવા કર્યા. - “સ્વામિન ! આ કાંઇ દેવીનું ચિત્ર નથી, પણ દેવીના સીદર્યનું હરણ કરીને વિધાતાએ એક મનુષ્યકન્યા નિક કરી છે તેનું આ ચિત્ર છે. " . . કડક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust