SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 157 માફક પસાર થઈ ગઈ પલિત જે દૂર હતો તે માથા ઉપર સ્વાર થઈ ગયે. એ ભોગ એ સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવીને મહારાજ થાકી ગયા. - અરે વૃક્ષનાં એક દિવસનાં નવપલ્લવ પાંદડાંય કાળે. કરીને વિરાગતાને ધારણ કરે છે તો પછી મનુષ્ય જે. મનુષ્ય જ્ઞાનવાન થઇનેય જે વૈરાગ્ય ન પામે તો એ તૃણુથકી પણ હલકે સમજ, જગત ઉપર ગ્રીષ્મ રૂતુનો પંજો ફરી વળે, શું રાય કે શું રંક બધાય તાપની વ્યથાથી આકુળવ્યાકુળ થઈ ગયા. લેકે ઉપવનોમાં શું કે ઉદ્યાનોમાં શું શિતલતા પ્રાપ્ત કરવાને તલાવમાં શુ કે હાજમાં પડી રહેતા તોય તાપની વ્યથા તેમની ઓછી થતી નહિ. એમની પ્રાર્થના સાંભળવાને મેઘરાજાય નવરા ન હોતા, પ્રદથી રેબઝેબ થયેલા લેકે એવા લાંબા દિવસોમાં કરે પણ શું ? મકાનમાં કે બહાર કયાંય શાંતિ નહોતી એ ગ્રીષ્મરૂતુના લાંબા દિવસેય પૂર્ણ થઈ ગયા ને તે પછી વર્ષારૂતુ આવી. - જળથી ભરેલી અનેક નવીન વાદળીઓ આકાશ. મંડલમાં દોડધામ કરવા લાગી. સૂર્યના તીવ્ર તાપને બદલે સારેય દિવસ ઘનઘોર સમાન રહેવા લાગ્યો. સૂર્યનાં તો. દશને દૂર્લભ હતાં. પ્રલયના મેઘની માફક ધારે વર્ષાદ તુટી પડ્યો એ મેઘની ગજેનાથી લોકોનાં હૈયાં ધબકવા લાગ્યાં, વિજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, એવા મેઘની ધારાથી લોકો રાજી થયા, મેથે પણ વરસાવવામાં કાંઈ મણા રાખી નહિ. પૃથ્વી જળમય બની ગઈ. નદી-- નાળાં જળથી ઉભરાઈ જવા લાગ્યાં, નદીઓએ પિતાની માઝા મુકવા માંડી. કાંઠા પર રહેલા વૃક્ષોને ભાગી નાખતી પતનપુરની તોફાની નદીનાં પાણી સમુદ્રની પેઠે આકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy