________________ - 158 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શમાં ઉછળતાં બધા નગરના જનને ભય પમાડી રહ્યા હતાં, એ નદીના પ્રચંડ પ્રવાહમાં અનેક ઝાડનાં ઝાડ તણાઈ જતાં હતાં અનેક મનુષ્ય મોતના ડાચામાં છે માઇને ચાલ્યાં જતા હતા. હિંસક જીવોનાં કલેવરે પ્રવાહના ધોધમાં ખેંચાઈ જતાં હતાં, એ અતિવૃષ્ટિથી તોફાની નદીનાં પૂર જોવાને રાજા ગજારૂઢ થઈને પ્રજા અમાત્યાદિકની સાથે આવ્યા, એ તોફાની નદીનાં તોફાન વૃદ્ધિ પામતાં હોવાથી લોકો તો ભયથી નાસ ભાગ કરવા લાગ્યા એ વધતાં જતાં નદીનાં પાણી કૌતુત ભરી નજરે રાજા નિહાળી રહ્યો હતો જળની સાથે મસ્તી કરનારા તારાઓ પણ આવા તોફાની જળમાં પ્રવેશ કરવાને હિંમતવાન નહોતા થતા. રાજા પાછા ફર્યો. ને એવાં એ પ્રલય સમા - નદીનાં પ્રચંડ પૂર પણ બીજે દિવસે તો ઓસરી ગયાં . બીજે દિવસે નદીને પિતાના મૂળ સ્વરૂપમાં શાંત અને મંદમંદગતિએ વહી જતી રાજાએ જઈ અત્યારે કેટલાક લેકે જળ સાથે મસ્તી કરતા કીડા કરી રહ્યા હતા, નગરની નારીઓ પાણીના બેડાં ભરી પિતાપિતાને મકાને - જઈ રહી હતી. એ ગઈકાલનું ને આજનું નદીનું વૈચિત્ર્ય જોઈ રાજાની વિચારશ્રેણિ પલટાઈ ગઈ. ઓહો ! આ ઉદ્ધત નદીની માફક માણસ પણ ખુબ સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સત્તાને પામી અનેકને સંતાપ કરનારે થાય છે. ઐશ્વર્ય અને યૌવનની આંધીમાં અને કને પીડા કરવામાં પાછુવાળીને તે જેતો નથી. એ ઐશ્વર્ય, સત્તારૂપ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી પોતાના આત્મગુણમાંજ જે રમણ કરે છે તે બીજાને સુખકારી થાય છે. અરે જે રાજાએ પોતાની સત્તા અને પરાક્રમના પ્રતાપે અનેક રાજાઓને તાબેદાર બનાવે છે, રણસંગ્રામમાં અનેક વૈરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust