________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 155 = બોલી “વત્સ! તું તો અમને મુકીને જતો રહ્યો પણ તારા જવા છતાં તારા વિયોગે પણ અમે જીવીએ છીએ તે અમે વજમાફક કઠોર હૈયાનાં છીએ તેથી જ આજે અમારા મોટા પુયે તારે મેલાપ થયે, રે પુત્ર ! વડલાની શાખાઓની પેઠે તું રાજ્યઋદ્ધિ, પુત્ર, કલત્ર સહિત વૃદ્ધિ પામ જય પામ ! - પોતાની માતાની આશિષ મેળવી બીજી માતાઓને પણ ન. તે પછી પ્રધાનાદિક સર્વેને મલી ભેટી કુશ લતા પૂછી. વૃદ્ધજને સંતોષ પામ્યા, - રાજસભામાં રાજાએ કમલસેનને પૂછયું, “હે પુત્ર! અહીંથી નિકળી ગયા પછી તને આ બધી સાહેબી શી રીતે મલી તે સર્વે સ્પષ્ટતાપૂર્વક કહે ?' વડીલનું વચન અલંદય જાણી કમલસેને પોતાની હકીકત બધી કહી સંભળાવી, કમલસેનની હકીકત. સાંભળી બધા સભ્યો આશ્ચર્ય પામ્યા. કુમારની વાત સાંભળી શત્રુંજય રાજા પણ મસ્તકને કંપાવતો બોલ્યો, અહો ! આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા ? જગતમાં કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિથી ય અધિક મહિમાવાળો ધર્મ જયવંતો વર્તિ છે, કે જેના પ્રભાવથી મનુષ્યપણ- - એ સર્વે સમાન હોવા છતાં ધર્મથી મનુષ્ય કે મહાન બની શકે છે. પ્રાણીને ધર્મના પ્રભાવથી શું નથી મલતું ? નિષ્કલંક અને ઉચ્ચ કળમાં જન્મ, અખંડિત દીર્ઘ આયુ૧અધર્ય, ભૂજાબી, શરીરે નિગીપણું, અપરિમિત: મા, અનુપમ ભેગે, યશ અને કીર્તિ, એ બધુંય ધર્મ લકા મલે છે, એવા કલ્યાણકારી ધર્મથી જગતમાં કોણ . મીન છે ? એવા ધર્મને ઉપાર્જન કરવામાં આળસુ મારે આ રાજ્યપિંજરમાં પૂરાઈ રહેવું શું યોગ્ય છે? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust