________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ હોય, એક નિષ્ઠાથી જેના હૃદયમાં રંગ ભરાયો હોય, એવા રાજ્યભક્ત આ નાના શેઠના હૃદયમાં અત્યારે કચી વિચારશ્રેણિ રમી રહી હશે એ તો જ્ઞાની જાણે. : - ‘મહારાજ શંખ નરેશ્વર ! આપ કુશળ તો છે ને ? આપની અમર કીર્તિ દેશપરદેશમાં પણ મેં સાંભળી છે. આપનાં યશગાન પરદેશમાં પણ કેણ નથી ગાતું ? આપનું રાજ તેજ અમર તપ, અવિચળ રહો. દત્ત કુશળતા પૂછી. “ઓહ! દત્તકુમાર ! આજે બહુ દિવસે કાંઈ ! આજે ઘણે દિવસે રાજસભામાં આવેલા દત્ત શેઠને જોઈ નવાઈ પામેલો શંખરાજ બોલ, . હામહારાજ ! ઘણે દિવસે તો ખરે ! કારણકે હું પરદેશ ગયો હતો ત્યાંથી હજી તો ગઈ કાલે જ આપના નગરમાં આવ્યું, આજે આપની સેવામાં હાજર થયા : પરદેશ ગયો હતો, શા માટે પરદેશ ગયો હતો, શું પિતાથી રિસાઇને પરદેશ ગયો હતો કે બીજા કઈ કારણે પરદેશ ગયે હતો ? - રાજેન્દ્ર ! પરદેશ ગયો હતો તે પિતાથી રિસાઇને નહી પણ ધન કમાવા માટે ગયો હતો. દરશેઠે રાજાનાં ; મનનું સમાધાન કર્યું. પણ દત્તની વાણી સાંભળી શંખરાજ આશ્ચર્ય પામ્યા, એમનું મન દત્તની વાણું સાંભળવા છતાં ડામાડોલ થયું. * ધન કમાવા ? તારે ઘેર શું ધનની ખામી હતી તે તારે ધન કમાવા પરદેશ જવાની જરૂર પડી? કે ધનલોભી તારા પિતાના આદેશથી તારે ધન માટે પરદેશ જવાની જરૂર પડી ?" રાજાની વાત સાંભળીને દશેઠે રાજાનું મન મનાવા માંડયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust