________________ મ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “જે કે ધન કમાવા પરદેશ જવું એ વ્યવહારિક ફરજ છે છતાંય ભાગ્યવશાત્ કદાચ ઘરમાં પુષ્કળ ધન હોય તોય શું ? વળી પરદેશ જવામાં તે અનેક ફાયદા છે. મહારાજ ! તમે વાણીયા-વણક મહાજન બોલવામાં બંધાએ. તે નહિજ! હશે જવાદે એ વાત, તારા પિતા ગાજશ્રેષ્ઠિ વગેરે તારૂં કુટુંબ મજામાં તો છે ને ? બાપુ! આપના પસાથે બધુ કુટુંબ સુખ શાંતિમાં છે. આપના રાજ્યમાં અમને અશાંતિ કયાંથી હોય નગરના વ્યવહારી જનેમાં ગજશ્રેષ્ટિ મોટા શાહકાર અને રાજ્યમાન્ય છે, બાપુ! સામા માણસનું મન જોઈ એને અનુકૂળ પ્રતિકુળ વાત કરવામાં ગજ શ્રેષ્ટિ બહસ્પતિ સરખા છે. સારા નગરમાં એ પ્રતિષ્ઠિત છે, દત્તશ્રેષ્ટિ પણ એમના જ પુત્રને ?" સુમતિ મંત્રીએ રાજાને ઉદ્દેશીને કહ્યું, . “તમારૂં કથન બરાબર છે મંત્રીશ્વર ! શૂરવીરતા જેમ ક્ષત્રીય કુળમાં પરંપરા ચાલી આવે છે તેવી રીતે વાક્પટુતા વણુંક કુળમાં. તેઓ બહુ દીર્ઘ દૃષ્ટિ હોય છે. ધનાઢયમાં અગ્રેસર છતાં દત્તશ્રેષ્ટિ ધન કમાવા પરદેશ જાય છે અને પુષ્કળ ધન કમાવી લાવે છે, કેમ ખરૂ ? કુબેરભંડારીનીય સ્પર્ધા કરવી છે શુ ?" અરે ! કુબેરભંડારીની સ્પર્ધા કરે એવા છતાંય આષાઢી મેઘના જેવા તેઓ ગંભિર પણ છેએમના ભંડારે ભરપૂર છતાં એમના પિતું પાણીય હાલતું નથી. ધન જીરવવાની તાકાત તેમની અજબ છે, મહારાજ !? સુમતિ મંત્રીએ કહ્યું. “દેવ ! પિતાની લક્ષ્મી હોવા છતાં બુદ્ધિમાન પુત્ર પરદેશગમન કરી વ્યાપાર વડે પિતાનું ભાગ્ય અજમાવે એ8િ ધન છે ભંડારી કળ ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust