SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પ્રતિદન આપનાં વિસ્તાર પામો. પ્રતિહારી રાજસભામાં શેખરાજની બિરૂદાવલી બોલતો પિતાનું મસ્તક નમાવી શંખરાજની આજ્ઞાની રાહ જોતો ઉભો રહ્યો. કેમ શું અરજી કરવાની છે?” રાજાએ દ્વારપાલને પૂછ્યું, મહારાજ ! ગજશ્રેણીનો કુમાર દત્ત આપના દર્શન કરવાને આવેલા છે. આપની શી આજ્ઞા છે ? પ્રતિહારીએ અરજ ગુજારી. .. . “આવવા દે.” રાજાએ આજ્ઞા આપી. દક્ષિણાઈ ભરતના મધ્યખંડમાં શ્રીમંગલ નામે દેશને વિષે શંખપુર નગર આવેલું છે. એ શંખપુર નગરના ચુવરાજ શંખકુમારનો રાજ્યાભિષેક થયા પછી વચમાં કેટલેક સમય પસાર થઈ ગયો, ગુણવાન, કાંતિમાન, બળવાન અને બુદ્ધિમાન શંખરાજને યુવાનીનો મદ છતાં અહંકાર નથી. બળવાન છતાં જે દુર્જનો થકી સજનનું રક્ષણ કરવામાં પોતાના બળનો ઉપયોગ કરે છે, નવીન ચૌવન અને નવીન અસ્પૃદયવાળા છતાં જે પરરમણીઓથી પરાભુખ છે એ શંખરાજ એક દિવસ સભા ભરીને બેઠો છે તેની આગળ પ્રતિહારી રાજાની આબાદિનાં ગુણગાન કરતો હાથ જોડી સ્તવના કરે છે ત્યાંથી આ વાર્તા આગળ વધે છે. * : - પ્રતિહારીના આદેશ પામી હરખાતે હૈયે ને ઉભરાતે હૃદયે દત્તશેઠ રાજાની સભામાં પ્રવેશ કરતો શંખરાજની સન્મુખ અમુલ્ય ભેટરૂં મુકી બે હાથ જોડી ઉભો રહ્યો. નાના દત્તશેઠના હૃદયમાં આજે હરખ સમાતો નહોતો એની આંખે અમૃતના જાણે મેહ વરસાવતી હોય, પિતાના અન્નદાતા રાજાનું હિત કરવાની જ જેનામાં તમન્ના રહેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak tau
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy