________________ - 130 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે તમારી ત્યાં જવાની ઈચ્છા હોય તો ચાલો. * તે પુરૂષની વાણી સાંભળીને બન્ને જણા એમની સાથે તરાપા ઉપર બેસીને પેલા મોટા વહાણ પાસે આવી પહોંચ્યાં, સુલોચનશેડે સુધર્મને સત્કાર કરી એની આગતા સ્વાગતા કરી. વહાણ આગળ ચાલવા માંડયું. અનુક્રમે સુલે. ચન સાર્થવાહ અને સુધર્મને ગાઢ મૈત્રી થઈ. તે દરમિયાન સાર્થવાહને ઋધિસુંદરીના રૂપને નિશે ચડ્યો. - રૂદ્ધિસુંદરીને હાથ કરવાની સાર્થવાહને તાલાવેલી લાગી, એ સુંદરીના મોહમાં મુગ્ધ થયેલો બીજું ચિંતવેય શું ? “વિધિએ કેવી ફાંકડી બનાવી છે એને?. આ રૂ૫ગર્વિતા નારી પ્રેમથી મારા દેહને આલિંગન ન આપે તે મારૂં યૌવન, ધન અને રૂપ સર્વે નકામું સમજવું, પણ એ બને શી રીતે ? જ્યાં સુધી પોતાનો પતિ એની સાથે હોય ત્યાં લગી એ મારા જેવાની ઈચ્છાય શી રીતે કરે ? મધુર આમ્રફળ છેડીને લીંબડાની ઈચ્છા કઈ ના કરે. છતાંય કેઈપણ ઉપાયે હાથમાં આવેલી આ તક જવા ન દેવાય.” ' સુલોચન નામ છતાં કુલોચનવાળે તે સાર્થવાહ મનમાં અનેક દુષ્ટ સંકલ્પ વિકલ્પ કરતો યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. એક રાત્રીએ વહાણમાં બધાય જ્યારે ભર નિદ્રામાં હતા તે સમયનો લાભ એણે લીધો. લઘુશંકાને બહાને તે ઉભે થયે સુધર્મની પાસે આવ્યે ભરનિદ્રામાં પડેલા સુધર્મને આસ્તેથી ઉપાડી સમુદ્રના અગાધ જલમાં ધકેલી દઈ પિતાને સ્થાને આવીને સૂઈ ગયો અધકારમાં કાળું કૃત્ય કરી નિશ્ચિત થઈ ગ. * પ્રાત:કાળે રૂદ્ધિસુંદરી પોતાના પતિને નહી જેવાથી હૈયાં માથાં કુટતી કલ્પાંત કરવા લાગી. વહાણમાં ક્યાય પિત્તો લાગ્યો નહિ ત્યારે નોકર ચાકરામાંય હાહાકાર થઈ P.P. Ac. Guncatnasuri M.S. Jun Gun Aaradhak Trust