________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 131 રહ્યો. સુલોચન સાર્થવાહ પણ મિત્ર મિત્ર કરતો પિકાર કરવા લાગ્યો. - મિત્રના નામે ઉંચેથી રૂદન કરતો સાર્થવાહ આખરે થાય. એ અભિનય પુરો કરી રૂદ્વિસુંદરીને આશ્વાસન આપવા લાગ્યું, “હે સુંદરી ! ગઈ ગુજરી ભૂલી જા, હવે હું શું કરીશ? મારું શું થશે? એવી ચિંતા કરીશ નહી. મારું ઘર તારું પોતાનું જ જાણજે, તારું પોતાનું સમજી મારા ઘરમાં તું સુખેથી રાજ કર. આ મારૂં યૌવન, ધન વૈભવ એ બધું હું તારા ચરણમાં હાજર કરૂં છું. હું પોતે પણ આજથી તારે દાસ છું.” પાપબુદ્ધિ સુલોચનની વાણી સાંભળીને દ્વિસુંદરી મનમાં વિચાર કરવા લાગી. “ઓહ! આ પાપીનું જ બધું કારસ્થાન છે. મારા રૂપમાં લેભાઇને આ દુઝે મારા પતિને ઘાત કર્યો લાગે છે. કારણકે કામપિશાચથી ગ્રહાયેલાને સારા ખોટાનું ભાન કયાંથી હોય? તેથી હું પણ હવે મારા શિયલના રક્ષણ માટે સાગરમાં હોમાઈ જાઉં. સ્વામિ વિના મારે જીવીને પણ શું કરવું? પતિ વગરની કુલવાન સ્ત્રીઓને મરણ એ એકજ શરણ છેપાપબુદ્ધિ સુલોચનના પંજામાંથી છુટવાને રૂદ્ધિ સાગરસમાધિને વિચાર કરવા લાગી. અત્યારે એને દિલાસે આપનાર કોઈ નહોતું બધાય સુલોચનનાં માણસે હતા. પોતે એકાકી શીલનું રક્ષણ શી રીતે કરી શકશે, જેથી મરણ એજ શ્રેષ્ટ છે, એમ સમજી સાગરમાં ઝંપાપાત કરવાને તૈયાર થઈ વળી એની વિચારશ્રેણિ પલટાઈ ગઈ. “જૈન શાસનમાં બાલ મરણ નિષેધેલું છે. જીવતો "વ ફરીને પણ કલ્યાણને પામે છે, પરંતુ કામીના હાથ ચિ રહી હું શીલનું રક્ષણ શી રીતે કરીશ? આ સાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust