________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 129 ભાગ્યમાં બીજાઓની માફક સાગર સમાધિ લખાઈ નહોતી પુણ્યાનુયોગથી તેમના હાથમાં એક વિશાળ પાટીયું આવ્યું, . સંસારનાં કેટલાંક સુખદુ:ખની હવા તેમના ભાગ્યમાં સર્જાયેલ હોવાથી મૃત્યુ બીજાઓની માફક તેમને ઝડપી શક્યું નહિ. બન્ને જણ એ પાટીયાનું અવલંબન પામીને સમુદ્રમાં તણાતાં તણાતાં ચાર પાંચ દીવસે જંગલમાં સમુદ્રના મોજાંથી ધકેલાતાં કિનારે આવી પહોંચ્યાં. સમુકિની આફતમાંથી સહિસલામત કિનારે આવી જવાથી તેઓ બન્ને ખુશી થયાં ને જંગલમાંથી પ્રાશુક ફલાદિક લાવીને નિર્વાહ કરતાં બીજા કેઈ વહાણની આશાએ ત્યાં કિનારા ઉપર રહેવા લાગ્યા. દૂર સમુદ્રમાં જતા વહાણનું ધ્યાન ખેંચાય એવી રીતે તેમણે એક ઉર્વ નિશાન કર્યુંપોતાને લીધે પિતાની પ્રાણાધિક પ્રિયાને દુ:ખી થતી જોઈ સુધર્મ છે. પ્રિયે ! તને સાથે લાવીને મેં પાપીએ મોટી મુશ્કેલીમાં મુકી દીધી. - સુખદુ:ખ એ તો પૂર્વકર્મના વિપાકનાં ફલ છે. સ્વામિન ! માટે એવી દેવકૃત બાબતોમાં આપે હષશાક ન કરે. ધર્મના મર્મને જાણનારા તમારા જેવા જ્ઞાતાપુરૂષે તે કર્મના મર્મને સમજી વિશેષ કરીને ખેદ ન કરવો જોઈએ.” " બીજા વહાણની રાહ જોતા કેટલોક સમય તેમને પસાર થયે, એક દિવસે સાગરમાંથી પસાર થતા કોઈ વહાણના નાવિકોએ કિનારા ઉપર રહેલ પેલું નિશાન જેવાથી તરાપા ઉપર એક બે નાવિકને બેસાડી તે તરફ મોકલ્યા. પેલા પુરૂષો કિનારે આવીને કહેવા લાગ્યા, “આ વહાણનો માલિક સુલોચન સાર્થવાહ જબુદ્વિપ તરફ જાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust