________________ = = પકની તેજમાં કરાર થઇ ગયા . વિ એકવીશ ભવનો સ્નેહસંબંધ 127 હતી તે દરમિયાન રૂદ્ધિસુંદરી અને સુધર્મની નજર એક બીજા તરફ આકર્ષાઈ. - સખીઓની મીઠી મશ્કરીથી મુંઝાયેલી રૂદ્ધિદરી પિતાને મકાને ચાલી ગઈ. જતાં જતાંય સુધર્મ તરફ દૃષ્ટિ કરતાં સુધર્મને છીંક આવવાથી ન ફેંકાય એ શબ્દ તેના મુખથી નિકળેલો ઋદ્ધિસુંદરીએ સાંભળ્યો. એ સુરૂપ વ્યવહારીયાને જૈનધર્મ-પોતાને સાધમિક સમજી વિશેષ રાજી થઈ સખીઓએ આ વાત ઋદ્ધિના માતાપિતાને સમજાવી દેવાથી એના પિતાએ સુધર્મના કુલ, વ્યવહારની ખાતરી કરી. સુધર્મ પણ ઋદ્ધિસુંદરીને જોતાં એના સ્વરૂપરૂપી દીપકના તેજમાં પતંગીયાની માફક વિવશ થઈ ગયે, એ સ્વરૂપનિશામાંજ ચકચુર થઈ ગયો, એ સુંદરીના ધ્યાનમાં બીજા વ્યાપારના વિચારે ય ભૂલી ગયો. “વિધિએ કુરસદે ઘડેલી શું એ દેહલતા ! એ સૌંદર્યની સુવાસ હજી પણ જીગરમાંથી ભુસાતી નથી. જગતમાં એ બાળાનો જે પતિ થશે તે એકજ ધન્યવાદને પાત્ર છે. આ જીવનમાં જો એ મનોહર બાળ ન મળે તો કાંઈ નથી, તે જીવન એળે ગયું સમજવું. અરે ! આ બાળા મને શી રીતે મળે? સુમિત્રશેઠ પાસે ઋદ્વિર્સરીનાં અનેક માગાં આવવા લાગ્યાં પણ શેઠની દષ્ટિ કેઈના પર ઠરતી નહિ. ઘણે ભાગે તો પોતે જેનધર્માનુરાગી હોવાથી પુત્રી મિથ્યાવીને-પરધીને ત્યાં જઈ ધર્મભેદના કારણે દુ:ખી થાય તેથી અન્ય ધમીને તો ઘસીને સાફ નાજ પાડતા. તેમજ બાજા કેઈ કારણે પણ શેઠની પસંદગી ઉતરતી નહિ. સુંદરીનું સુધર્મ તરફ આકર્ષણ જાણીને શેઠે સુધર્મના સબંધમાં ખાતરી કરી લીધી. જૈનધમી તેમજ રૂપ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust