________________ 126 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર માનથી એને સત્કાર કર્યો, વસ્ત્રાભૂષણ, અલંકારાદિક આપીને રાજાએ ધર્મ ભગિનીની માફક બુદ્ધિસુંદરીને પિતાના મહેલમાંથી વિદાય કરી. રાજાએ મંત્રીને બોલાવીને એનો સત્કાર કરી મંત્રીને - હોદ્દો અર્પણ કર્યો. બુદ્ધિસુંદરીના કાર્યથી ચમત્કૃત થયેલ મંત્રી પણ પરિણામ સારું આવેલું જોઈ રાજી થયો. સતી બુદ્ધિસુંદરીની સારાય નગરમાં ખ્યાતિ થઈ. ગુલાબની સુવાસથી મંદમંદ વાયુની લહરીઓ સારાય ઉદ્યાનને સુવાસીત બનાવી દે છે, તેમ ગુણીજનોની ખ્યાતિ પણ સમયને અનુસરીને સારા નગરમાં પ્રસરતાં વાર લાગતી નથી. દીર્ઘકાલ પર્યત બુદ્ધિસુંદરી સંસારનાં સુખ ભોગવી પ્રતે પહેલા સૌધર્મકલ્પમાં દેવી તરીકે ઉપન્ન થઈ ઋદ્ધિસુંદરી. સાકેતપુરની રમણીય બજારો અપૂર્વ શાભાને ધારણ કરી રહ્યાં છે, દેશપરદેશના વ્યાપારીઓ વ્યાપારને માટે આવે છે, લાખોની ઉથલપાથલ કરી જાય છે. એવાજ કોઈ વ્યાપાર નિમિત્તે તામ્રલિપ્તી નગરીથી આવેલો સુધર્મા નામે વણુક બજારમાં પોતાના સંબંધીની પેઢી ઉપર બેઠેલો હતો. શેઠ સાથે વ્યાપાર સંબંધી વાતો કરતો પિતાનો અનુભવ વર્ણવી રહ્યો હતો. ત્યાં અચાનક એ માર્ગે જતાં કેઈક વ્યક્તિ ઉપર એની નજર ચેટી ને ત્યાંજ : ઠરી ગઈ. પોતાની ચાર પાંચ સખીઓ સાથે રૂપસુંદરી બદ્ધિ- સુંદરી અત્યારે હાસ્ય વિનોદ કરતી ત્યાંથી ચાલી જતા: P.P. Ac. Gunratnasuri M.S. Aadha