________________ 118 તિસુંદરીનો વૈભવ તારું ! - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યુંએના સંસારનું–અરે એ રમણીય એની સૃષ્ટિનું મેં સત્યાનાશ વાળી નાખ્યું. એની આંખનું બલિદાન લીધું. હા ! મારાં પાપ ! ઐશ્વર્ય અને યૌવનના મદમાં આ સતીના સુખનો મેં નાશ કરી નાખ્યો. રાજા મહેકસિંહને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં બળી મરતો જાણી સતીએ કાઉસગ્ગ ધ્યાને રહી શાસનદેવીને યાદ કરી. ' પંચપરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર એવી અપૂર્વ શીલા માહામ્યવાળી રતિસુંદરીના શીલ માહાથી શાસનદેવી પ્રગટ થઈ. “હે શીલરૂપ અપૂર્વ વૈભવવાળી! તું જયવિત રહે ! હે સતીમાં શિરમણિ ! તારું કલ્યાણ થાઓ. હે રાજાને પ્રતિબોધ કરનારી! તારી સર્વે અભિલાષા પૂર્ણ થાઓ. = દેવીએ કરેલી સ્તુતિની સાથેજ સતીનાં વિશાળ નેત્રો પ્રગટ થયાં. રાજા વગેરે સતીને મહિમા જાણી આશ્ચર્ય પામ્યા. દેવી તો અદ્રશ્ય થઈ ગઈ, પણ સતીને મહિમા જગતમાં ગવાઈ રહ્યો, અપૂર્વ નેત્રવાળી ને સંપૂર્ણ અંગોપાંગવાળી સુલક્ષણા રતિસુંદરીને જોઈ રાજા વગેરે સર્વે ખુશી થયા, રાજાએ સતીની ખુબ સ્તુતિ કરી. દાન, માન, શૃંગાર, વસ્ત્ર અને આભૂષણથી સતીને સત્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માગી સતી રતિસુંદરીને પોતાના વિશ્વાસપાત્ર પ્રધાનો સાથે. પતિને ઘેર નંદપુર નગરે મોકલી દીધી. ચંદ્રસિંહ રાજાને પ્રધાનને મુખે રાજાએ શુ કહેવડાવ્યું ? ચંદ્રસિંહ! તમે મારે સહોદર બંધુ જેવા છે ચુદ્ધના મેદાનમાં મેં તમને છેતરીને જીતી લીધા તે મારી. અપરાધ તમે ખમ. આ રતિસુંદરી મારી ધર્મભગિની. છે. મારી ધર્મગુરૂ છે. શાસનદેવીએ જે સતીની રક્ષા. કરેલી છે, એવી એ મહાસતી સતીઓમાં મુગુટમણેિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust