________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 119 સમાન છે, લેશ પણ કલંકની શંકા તમારે કરવી નહિ. જગતમાં એક માત્ર તમને જ ધન્ય છે કે જેના ગૃહને વિષે સાક્ષાત લક્ષ્મીની માફક આ મહાસતી વિલાસ કરે છે. ) મહેન્દ્રસિંહના પ્રધાન પુરૂષો સાથે રતિસુંદરી નંદપુર નગરના રાજદરબારમાં આવી મહેન્દ્રસિંહના પ્રધાનોએ રાજા ચંદ્રસિંહને નમી રાજાને પૂર્વોક્ત સંદેશ કહી સંભળા. ચંદ્રસિંહ રાજા પ્રધાનોના કથનથી ચમત્કાર પામેલ કૃશ રતિસુંદરીને જોઈ રાજી થયો ને રાજપુરૂનું સન્માન કરી તેમને વિદાય કર્યા. રતિસુંદરી પણ રાજ્યલક્ષ્મીનાં સુખ ભેગાવી આયુ: ક્ષયે અનુક્રમે પ્રથમ કલ્પમાં દેવી થઈ બુદ્ધિસુંદરી. સાકેતપુર નગરના મંત્રીની તનયા બુદ્ધિસુંદરી રૂપ, લાવણ્ય અને કળા કૌશલ્યયુક્ત એવી યુવાન અવસ્થામાં આવી ત્યારે એના પિતાએ સુસીમા નગરીના સુકીર્તિ રાજાના મંત્રી સાથે પરણાવી. બુદ્ધિસુંદરી પરણીને સાસરે આવી સુખપૂર્વક પિતાનો સમય વ્યતીત કરતી. કારણ કે મંત્રીની પુત્રી અને મંત્રીની પત્નીના ભાગ્યમાં ખામીય શી? છતાંય એમના ભાગ્યમાં પણ કવચિત ખામી જોવામાં આવે છે. વિધિની કશળતામાંય એવી અનેરી ભૂલ થઈ જાય છે ને એવા સુખી માણસે પર પણ દુ:ખની વાદળી અવાઈ જાય છે. એક દિવસે યુવાડી જતા રાજા સુકીત્તિએ બુદ્ધિસુંદરીને પોતાના મહેલની અગાસી ઉપર સખીઓ સાથે ક્રીડા કરતી જોઈ અને રાજ ચમકે, અનેક રાજપુત્રીઓનો સ્વામી છતાં મંત્રી પત્નીને જોઈ એના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust