________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 117 ઉત્પન્ન થાય છે. પરસ્ત્રીનું આલિંગન કરનારને નરકમાં ઘગધગતા લોહ સ્થંભને આલિંગન કરવું પડે છે ને તિર્યંચ એનિમાં ખસી કરાવવી, શીત, તાપ સહન કરવા, ભૂખ તરસ તેમજ પરવશતાનાં દુ:ખ અતિ કલેશકારી હોય છે. આવા દુ:ખરૂપી રોગોથી મારા આ ઔષધરૂપ કાર્ય વડે આપણે બને છુટી ગયાં, મારા આ કાર્યથી તમારું ને મારૂં બનેનું લોકમાં હિત થશે, પરસ્ત્રીના ગમનથી તમારું દુર્ગતિ ગમન પણ હવે અટકી જશે રાજન ! રતિસું- દરીની કામદેવના તાપને નાશ કરનારી દેશના સાંભળી રાજા ઠંડાગાર થઈ ગયે, એના સાહસથી જેની બુદ્ધિ આપોઆપ સાનમાં આવી ગઈ છે એ રાજા પોતાના મસ્તકને કંપાવતો બોલ્યો. “આહ ! સમયને જાણનારી તું એક મહાન સતી છે, સતીમાં મુગુટ મણિ સમાન તારા જેવી મહાન સતીનું મારા જેવા પાપીને દર્શન પણ ક્યાંથી - હાય ? હે સાધ્વી ! મારા અપરાધને તું ક્ષમા કર, મારે - હવે શું કરવું તેની મને આજ્ઞા કરી?” - સતીની ક્ષમા માગતો રાજા બે હાથ જોડી પોતાના અપરાધ ખમાવવા લાગ્યો, રાજાની શુદ્ધ ભાવના જાણી રતિસુંદરી બોલી. “રાજન ! આજથી પરસ્ત્રીનો તમે - ત્યાગ કરો કે જેથી તમારે ભવ ભ્રમણ કરવું પડે નહિ.” " આજથી મારે પરસ્ત્રીનો ત્યાગ હો ! પશ્ચાત્તા'પની અગ્નિમાં દગ્ધ થતા રાજાએ એ પ્રમાણે ચતુર્થ વ્રતને - અંગીકાર કર્યું. ને રતિસુંદરીને પોતાના ગુરૂ સ્થાને સ્થાપન : કરી સન્માન વધાર્યું. છતાંય એ અંધ રતિસુંદરીને જોઈ . રાજા વારંવાર વિલાપ-શેક કરવા લાગ્યો, રાજ્યકાર્યને * ત્યાગ કરી એ પશ્ચાત્તાપના પાવકમાં જલવા લાગ્યું. “ઓહ! આ સતી સાવિી સ્ત્રીનું મેં પાપીએ કેવું અનર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Cun Aaradhak Trust