________________ પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર 110 આતુર તેણે પિતાનો દૂત નરકેશરી રાજાની પાસે મેક દૂતની વાણી સાંભળી નરકેશરી રાજા ખુશી થયો ને નરકેશરી રાજાએ રતિસુંદરીને પિતાના પ્રધાન પુરૂષો સાથે નંદપુર મોકલી આપી, સ્વયંવર આવેલી રતિસુંદરીને ચંદ્રરાજા મોટા મહોત્સવ પૂર્વક પર. એ રીતે રતિસુંદરીને મેળવી ચંદ્રરાજાએ પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. એક દિવસે ચંદ્રરાજા રાજસભામાં બેઠે હતો તે દરમિયાન કુરૂદેશના મહેન્દ્રસિંહ રાજાનો દૂત રાજસભામાં પ્રવેશ કરીને ચંદ્રરાજાને કહેવા લાગ્યો “રાજન ! અમારા રાજાએ તમને કહેવરાવ્યું છે કે તમારે ને અમારે વંશપરંપરાથી સ્નેહ સંબંધ વૃદ્ધિ પામતો ચાલ્યો આવે છે એ સ્નેહને અત્યારે પણ ગમે તેવા સંજોગોમાં તમારે નિભાવવો જોઈએ. એ સ્નેહની પરીક્ષા માટે તમારે કોઈ વિષમમાં વિષમ કાર્ય મને કહેવું, જે કાર્ય કરીને હું એ સ્નેહમાં વધારો કરીશ, તમારા પ્રેમને વધારીશ, એવીજ રીતે મારા સ્નેહને વધારવા માટે તમે તમારી નવીન પરણેલી નવોઢા રતિસુંદરીને મોકલી આપે.” દૂતની નિડરવાણી સાંભળી રાજા સહિત સભા હિંગ થઈ ગઈ. “તારા રાજાની પ્રીતિ વધારવાની રીત તો ન્યારી છે ભાઈ! તારા રાજાએ બીજી કઈ કાર્ય ફરમાવ્યું હોત તો હું તારા સ્વામીના મનોરથ પૂર્ણ કરત, પણ એક ગરીબમાં ગરીબ માણસ પણ સ્ત્રી તો આપી શકતો નથી, સમજે ? ચંદ્રરાજાએ દૂતને પ્રત્યુત્તર આપે. - ચંદ્ર રાજાનો જવાબ સાંભળવા છતાં જાણે મેટા પંડિતાઈનો ઘમંડ કરતો અને ચંદ્રરાજાનું હિત એના હૈયામાંથી નિતરી રહ્યું હોય તેમ પોતાના સ્વામીના એશ્ચર્યથી ગર્વિષ્ઠ થયેલ તે બોલ્યો, “તમારી એ નવીન પત્નીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Guri Aaradhak Trust