________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 111 અમારા સ્વામી ઘણાજ પ્રીતિવાળા થઈ ગયા છે તેના વિયોગે પોતાનું રાજકાર્ય પણ સંભારી શકતા નથી માટે હે રાજન ! ખોટો મમત્વ કરી તમારૂ રાજપાટ ગુમાવશે નહિ, એક ખીલીને માટે પ્રાસાદ તોડી પાડવાની મહેનત કેણ કરે? માટે અમારા દેવને એ દેવી આપીને તમે વૃદ્ધિ પામે. દૂતના વચનથી ક્રોધાંધ થયેલા રાજાએ દૂતને ધક્કા મારી બહાર કાઢી મુકા, અપમાન પામેલે દૂત ગુસ્સાથી ધમધમતે પિતાને દેશ ચાલે ગયે. રાજા મહેન્દ્રસિંહને ચંદ્રરાજાના અપમાનની વાતો કહીને ખુબ ઉશ્કેર્યો. મહેદ્રસિહ દૂતની વાણી સાંભળીને ચતુરંગી સેના સહિત પૃથ્વીને ધમધમાવતો ચંદ્રસિંહના સિમાડે આવી પહો. ચંદ્રસિંહ પણ પિતાના લશ્કર સાથે મહેકસિહના સામે આવ્યો. બન્ને લશ્કરો સામસામે ખુબ જોરથી લડ્યાં. યુદ્ધમાં છળ અને બળથી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહને ઘાયલ કરીને પકડી લીધો. તેણે પોતાના લશ્કર માફરતે નંદપુરી લુંટાવી દીધી ને રતિસુંદરીને રાજમહેલમાંથી પકડી મંગાવી. પિતાનું અભિષ્ટ સિદ્ધ થવાથી મહેદ્રસિહે ચંદ્રસિહુને બંદીખાનાથી મુક્ત કરી એનું રાજ્ય સોંપી દીધું ને પોતે પોતાને દેશ ચાલ્યો ગયો. ત્યાં એક વિશાળ પ્રાસાદમાં રતિસુંદરીને રાખી. - રતિસુંદરીના સૌંદર્યમાં દિવાન બનેલો રાજા મહેકસિહ રૂવાબદાર વસ્ત્રાભૂષણથી સજજ થઈને રતિસુંદરી પાસે આવ્યો. “પ્રિયે ! તારા સ્વરૂપમાં આશક થયેલા મેં શું નથી કર્યું ? યુદ્ધમાં હજારે માણસનો નાશ કરાવી નાખ્યો. ચંદ્રસિંહ રાજાને યુદ્ધમાં જીતી લઈ એક કેડીને બનાવી દીધો એની રાજ્ય લક્ષ્મી લુંટી લીધી એ બધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust