________________ 100 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ચિત્ત અગ્નિમાં રહેલા કાષ્ઠની માફક પ્રજળી રહ્યાં છે તે તમારા દર્શનારૂપી જળથી શાંત થયાં. કારણ કે ઉદાર ભાવનાશાળી પુરૂષે હમેશાં પરોપકાર કરવાના સ્વભાવ-- વાળા હોય છે. માટે હે રાજકુમાર ! તમે આ અંગદેશની રાજલક્ષ્મીને ગ્રહણ કરી અમારા સ્વામીના મનોરથ. પૂર્ણ કરો. ) મતિવર્ધનમંત્રીની વાણી સાંભળી કુમાર કંઈક આશ્ચર્ય પા. મંત્રિન ! ગુણસેન જે તમારે નવયુવાન રાજા છતાં તમે નવા રાજાની ઇચ્છા કરો છો એ ખુબ નવાઈ ભરેલું છે, જરા સ્પષ્ટતાથી કહો? શું હકીકત છે તે ? આતુરતાપૂર્વક અંદરનો ભેદ જાણવા ઈચ્છતા રાજકુમારની ઈચ્છા તૃપ્ત કરતો મંત્રી બોલો.. રાજકુમાર ! આ નગરમાં શ્રી કેતુ નામે રાજા હતો, વૈજયંતી નામે પટ્ટરાણી હતી, રાજાના ચિત્તને અનુસરનારી હતી. ન્યાયથી પ્રજાનું પાલન કરતો એ ધર્મપરાયણ રાજા પિતાને કાલ સુખમાં વ્યતીત કરતો હતો. એક દિવસે રાજસભામાં વિવિધ વાર્તાલાપ થતાં એક જણે પ્રશ્ન કર્યો આપણા નગરમાં સુખીમાં સુખી કેણુ ?? ભાગ્યવંતોમાં મુગુટમણિ તુલ્ય વિનયંધર નામે વ્યવહારીયે આપણું નગરમાં દેવતાને પણ ઈર્ષ્યા આવે તેવું સુખ ભોગવે છે, કેઈક ભટ્ટરાજે જવાબ આપ્યો “શું રાજાથી ય વધારે ? કેઈએ શંકા કરી. હા ! વધારે ! એ ભટ્ટ નિડરપણે બ૯. મદન રાજ કામદેવ સમાન એ શેઠ રૂપલાવણ્યવાળા છે. કુબેભંડારીની માફક એના ધનભંડાર ભરેલા છે. તેમજ દેવી ગનાઓને તિરસ્કાર કરે તેવી અને શેઠનો પડતો બોલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaltaanak