________________ એકવીશ ભવને નેહસંબંધ ને શુકન પણ સારા થયા, ઘર છોડીને વન જાય તોય પુણ્યવાનને શું ? એક અદના ગુલામની માફક દેવ જ એમની ચિંતા ન કરે તો જાય પણ ક્યાં? નજીકમાં જ અનેક નાના મોટા વૃક્ષરાજીથી સુશેભિત, કમલાએ કરીને પરિપૂર્ણ, સ્વચ્છ જળથી ભરેલું સરોવર જોયું અને જરી સ્નાન કરી પરિશ્રમ ઉતારવાની મરજી થઈ, જળક્રીડા કરી કુમાર બહાર નિકળ્યો તો મનેહર સાજથી સુશોભિત અશ્વની લગામ પકડીને ઉભેલા એક પુરૂષ ઉપર તેની દષ્ટિ પડી. પોતાની ઉપર દૃષ્ટિ પડતાં તે પુરૂષ છે , “હે સ્વામિન ! આ અશ્વ ઉપર આપ બેસો. 5 તું કોણ છે? ને મને કયાં લઈ જવા ઈચ્છે છે? ચંપાનગરીના ગુણુસેન રાજા અહીંથી નજીક નંદનવનમાં કીડા કરવાને આવેલા છે, આપ ત્યાં આવીને ચંપાનરેશના મહેમાન થાઓ. >> એ પુરૂષની વાત સાંભળી કુમાર અશ્વારૂઢ થઈને ચાલ્યો, નંદનવનમાં અશોકવૃક્ષની નીચે બેઠેલા ગુણસેન રાજા અને મતિવર્ધન મંત્રીએ કુમારનું સ્વાગત કર્યું, અનેક વાર્તાલાપ થયા, સમયના જાણ મંત્રીએ રથમાં બેસાડીને કુમારના ચંપાનગરીમાં પ્રવેશ કરાવ્યો. ગુણસનરાજ પોતાના મહેલમાં ગયા ને કુમારને મંત્રી પોતાના આવાસે તેડી લાવ્યો. ખાન, પાન અને સેવા ભક્તિથી કુિમાર પિતાનું ઘર પણ વિસરી ગયો. ક્ષણની જેમ દિવસ વહી ગયો ને નિશા આવી પહોંચી. રાત્રિને સમયે પુષ્પની શવ્યા સમાન સુકુમાલ શહેવામાં સુતેલા કુમાર પાસે મતિવર્ધન મંત્રી છે, એકાંતને સમય મેળવી છે. રાજકુમાર ! આજ વર્ષોથી અમારાં 10AM Jun Gun Aaradhak Trust