________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 101 ઝીલી લેનારી ચાર પ્રિયા છે જે હરરોજ શેઠના ચિત્તને અનુસરનારી-આજ્ઞાંકિત છે. વણીક સ્ત્રીની પ્રશંસા કરવા જતાં તમે દેવીની નિંદા ન કરો. 3 અરે ભાઈ! નિંદા સ્તુતિને એમાં સવાલ જ નથી. આતો જગત પ્રસિદ્ધ વાત છે અને તેય આપણા નગરની, ખાતરી કરી ને. ' એ વાતચિત એટલેથી અટકી ગઈ, પણ દૈવયોગે એ વાતચીત રાજાના મનને ભ્રમિત કરતી ગઈ. એ ચારે યુવતીઓ ઉપર રાજા આસક્ત થયો, જગતમાં એક વસ્તુને જેવામાં એટલી બધી આસક્તિ નથી થતી કે એ વસ્તુની પ્રશંસા સાંભળવાથી થાય છે ત્યારથી અમારે એ ધર્મવાન રાજા અધમી-અન્યાચી બની ગયો, પરસ્ત્રીઓની પ્રશંસા માત્રથી પરાભવ પામેલો એ રાજા અહોનિશ દુર્ગાન કરવા લાગ્યો એ વણક રમણીએને વશ કરવાના ઉપાય ચિંતવવા લાગ્યો. લોકે પિતાની નિંદા કરે નહિ ને એ ચારે રમણીએ પિતાને આધીન થાય એવો શું ઉપાય? એ સ્ત્રીઓને વિરહ અગ્નિથી સંતપ્ત થયેલ રાજા રાજકાજમાં પણ ઉદાસ વૃત્તિવાળ થઈ ગયે. કામાગ્નિથી દગ્ધ થયો છતો પોતાના નિર્મળ કુળને મલીન કરવાને પણ તૈયાર થયો. ઘુવડ તે રાત્રિએ અંધ હોય છે. પણ કામાંધ તો દિવસ અને રાત્રિએ પણ અંધ હોય છે. ચંપાપતિની કથા. | પરસ્ત્રીના રંગથી રંગાયેલો આ વ્યભિચારી રાજા વિનયંધરને ફસાવવાનો વિચાર કરવા લાગ્યું. તે સિવાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust