________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દયવાળી યુવતીઓના નેત્ર કટાક્ષથી પણ જે ઘવાતો નહી, પુરની રમણીય કાંતિવાળી રમણીયોના હાવભાવમાં પણ જે લોભાતો નહિ. તેમજ નૃત્ય, ગાન, સંગીત આદિ અનેક કુતુહલોમાં પણ જે આકર્ષાતે નહિ, એ વિકાર રહિત કમલસેન પરભવના સુકૃતના અભ્યાસથી યૌવન છતાં ઈ દિને દમન કરનાર, ડગલે ને પગલે જીવદયા. પાળવાની કાળજી રાખનાર, મુનિની માફક સત્ય બેલનાર તેમજ જરૂર પુરતું જ બોલનાર વિવેકી થયો, કારણ કે ભેગકુળમાં ઉન્ન થયો હોય કે રાજ્યકુળમાં, પણ ભવાંતરના સારા યા માઠા સંસ્કારે ઝળક્યા વિના રહે નહિ. વસંતઋતુએ પોતાના અનેરા આભૂષણોથી દુનિયાની લીલાને રમણીય બનાવી હતી. ઉદ્યાનોમાં અનેક વૃક્ષ, લતાઓ લચીપચી પોતાની શાભા વધારી રહી હતી વિવિધ પ્રકારની લત્તાઓ પુષ્પના ભારથી ઝુકી પડેલી ને રજકણના કણીયાથી વનના વાયુને સુગંધિત કરતી રસિક માનવીનાં દિલ બહેલાવી રહી હતી. એ વસંતની શભામાં મહાલવાને મિત્રોએ કમલસેનને પ્રેરણા કરી. કમલસેન મિત્રના આગ્રહને વશ થઈ વસંતનો રાગ જેવાને નંદનવનમાં ગયો. ત્યાં મિત્રો કમલસેનને પ્રસન્ન કરવાને અનેક પ્રકારે કીડા કરવા લાગ્યા. ઉદ્યાનના આકર્ષણમાં, લેભાયેલા મિત્રો મજા માણતા આગળ નિકળી ગયા, દરમિયાન કમલસેને કંઈક રૂદન જેવું સાંભર્યું. “આહા! પૃથ્વી નિર્નાથા થઈ ગઈ છે? એ શબ્દ સાંભળીને કમલસેન ચમક. “પિતાજી ન્યાયથી પ્રજાને પાળે છતે આ કોણ દુ:ખી. સ્ત્રી પિકારે છે??? એણે તપાસ કરી પણ કાંઈ જણાયું નહિ. “ગુંજારવ કરતા ભ્રમરાના શબ્દોમાં મારી એ ભ્રમણા થઈ હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust