________________ 95 એકવીશ ભવનો સ્નેહસંબંધ થયા જ કરે છે. આવા ભાગ્યશાળીને ત્યાં દેવો પણ ખુદ અવતાર ધારણ કરે તો એમાં આશ્ચર્ય જેવું શું છે ! અરે ! ખુદ દવને જ એમની ચિંતા કરવી પડે તો એમાં નવાઈ શી? - પટ્ટરાણુ વસંતસેનાએ યથા સમયે ગર્ભ ધારણ કર્યો. સૌધર્મ દેવલેકમાં દેવભવનાં સુખ ભોગવીને શંખરાજાને જીવ ત્યાંથી એવી વસંતસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયો, એ સારા ગર્ભના પ્રભાવથી જીવદયા પળાવવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, દીન દુ:ખી અને અનાથોને છૂટે હાથે દાન દેવું, ભાટચારણને સંતોષ પમાડ વગેરે દેહદ ઉપન્ન થયા. તે બધા રાજાએ પૂર્ણ કર્યા. તે દિવસે સ્વમામાં પટ્ટરાણીએ સુખે સૂતાં સૂતાં કમલથી પરિપૂર્ણ સરોવર જોયું. હવે ગર્ભને સારી રીતે પિષણ કરતાં પટ્ટરાણી વસંતસેનાએ યથાસમયે પુત્રને જન્મ આપ્યો. વધામણિ આપનાર સુમુખીદાસીનું દારિદ્ર રાજાએ દૂર કરી દીધું, સગાં, સંબંધી આદિ સર્વને આમંત્રી ભોજનથી સંતોષ માડ્યા. રાજાએ મેટ જન્મ મહોત્સવ કર્યો ને સ્વપ્રને અનુસારે રાજકુમારનું નામ પાડયું કમલસેન, - રાજાના વંશરૂપી નભે મંડલમાં દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામતો કમલસેન સકલ શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પારગામી થયો, નવીન યૌવન વયને પ્રાપ્ત થયો. રમણીજનને વલ્લભ એ મનહર યૌવનવયનાં એનાં તેજ, કાતિ, એના વદનની પ્રતિભા, એની રૂઆબભરી ગતિ, લાવયથી નિસરતી એની સુકુમારતા એ બધાં જાણે દેવપણામાંથી સાથે લાવ્યો હોય, ને જાણે બીજે દેવ કુમાર પૃથ્વી પર આવ્યો કે શું ! - પુષ્પની ખિલેલી કળીની માફક યૌવનમાં વિહરવા છતા એ વૈરાગી હતો, અનેક મદ ભરેલી નવીન એજ્યુ કાતિ, નારી શક્તિ ને ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust