________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિચ્છેદ 2 જે કમલસેન અને ગુણસેના કમલસેન. સ્વર્ગના ટુકડા સમુ પિતનપુરનગર જગતભરમાં અતિ - સ્વચ્છ અને પ્રચંડ શહેર ગણાતું હતું, નગરના ઊંચા મિનારાઓ તેમજ કીલ્લાના બુરજો આકાશ સાથે વાતો કરી રહ્યા હતા. મોટા મેટા આલિશાન અને ભવ્ય પ્રાસાદથી અમરાવતીની શોભા ઝંખવાઈ જતી હતી, એ પોતનપુરના મહારાજ શત્રુંજયે સમગ્ર શત્રુઓને જીતી પ્રજાનું ન્યાયથી રક્ષણ કરીને પિતાનું નામ સાર્થક કરેલું હતું, શુદ્ધ શિયલને પાલન કરનારી વસંતસેના નામે પટ્ટરાણી સાથે દેવ સમાન સુખને અનુભવતો શત્રુંજય રાજા જતા એવા સમયને પણ જાણતો નહિ. દેવતાઓ પણ ઈર્ષ્યા કરે એવું એ સુખ જાણે શચી અને શચીપતિનું હશે કે શીવ અને પાર્વતીજીનું સુખ હશે? રાજ્ય અને રમણુનાં સુખોમાં મશગુલ બનેલા એ નરપતિ! બળ, બુદ્ધિ, સાહસ અને પરાક્રમ ઉપરજ મુસ્તાક રહેનાર એ નનાથના સુખમાં અત્યારે શી ઉણપ હતી અને જે કાંઈ પણ ઉણપ હતી તો માત્ર એક રાજગાદી સંભારી શકે તેવા રાજકુમારની. જગતમાં જે પૂર્ણ ભાગ્ય લઈને જન્મેલા છે તેમના મનોરથે સફલ થાય છે, ભરતામાં હંમેશાં ભરતીજ થયો કિરે છે. પુણ્યશાળીને એક પછી એક માંગલ્ય પ્રસંગે પ્રાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust