________________ - - એકવીશ ભવનો નેહસંબંધ દેવની દેવી થઈ, પહેલા સૌધર્મ કલ્પમાં બત્રીશલાખ વિમાને છે. દરેક વિમાને એકએક ચેત્ય છે. દરેક ચૈત્યમાં 180 પ્રતિમાજી હોય છે. સાત હાથના શરીર પ્રમાણવાળાં અને મનુષ્યની પેઠે વિષયસુખ ભેગવનારાં દિવ્ય દેહધારી. એ દેવદેવી સ્વર્ગનાં અનુપમ સુખને ભેગવવા લાગ્યાં, સેવક દેવદેવીનાં કરેલાં ગાયન અને નૃત્યને જોવા લાગ્યાં, અવસરે ત્યાં રહેલા શાશ્વતા જીનપ્રાસાદને વિષે પૂજાને કરતા તેઓ દેવભવ સફળ કરવા લાગ્યા, મન ફાવે ત્યારે તે નંદીશ્વર દ્વીપે જાય, મનફાવે ત્યારે મેરૂ પર્વત ઉપર જઈ કીડા કરે, મનફાવે ત્યારે અષ્ટાપદે જઈ જીનેશ્વરને વાંદે, મન ફાવે ત્યારે નંદનવનમાં જાય. એવી રીતે પાંચ પોપમ સુધી એ દેવદેવીએ પોતાનો કાલ કેવલસુખમાં જ નિગમન કર્યો. દેવભવનાં એ રમણીય સુખે, એ રમણીય ભાગવિલાસની વિપુલ સામગ્રીઓ, એ વાપિકાએ, એ ઉદ્યાનમાં વિવિધ પ્રકારે કીડા કરતા અને ભિન્નભિન્ન શરીર વડે વિવિધ પ્રકારના ભેગ સુખને ભોગવતા જતા એવા કાલને પણ તેઓ જાણતા નથી. જે ચારિત્રની આરાધના કરવાથી પ્રાતે મોક્ષનું અનુપમ સુખ મળવાનું છે ત્યાં આવાં પૌગ-.. લીક સુખ અચાનક મલે એની તો વાત જ શી ? પંચમકાલમાં પણ એવા ચારિત્રની નિંદા કરનારા તેમજ ચારિત્ર આજે ક્યાં છે? એવું બોલનારા જીવો અજ્ઞાન રૂપી અંધકારમાં જે રખડી રહ્યા છે, પોતાના પાપના ભારને તેઓ વધારી રહ્યા છે એ સિવાય સાધુઓના વિદ્યમાનગુણને ન જોતાં અછતા દોષોને જેનારા તેઓ બીજુ શું કરી શકે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust