SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ એમ વિચારી ચિત્તને બીજી બાજુ ફેરવ્યું છતાં બે ત્રણવાર એ શબ્દો સંભળાયા, કંઇક નિશ્ચય કરી કમલસેન શબ્દાનુસારે આગળ ચાલ્યો. તો દેવમંદિરમાં પ્રવેશ કરતી એક સ્ત્રીને જોઈ તે પણ દેવમંદિરમાં આવ્યો, દેવમંદિરમાં પ્રવેશ કરી પેલી સ્ત્રીને કમલસેન પ્રશ્ન કરે ત્યાં તે આશ્ચર્ય ! કમલસેનના જોતા જોતા દેવમંદિર આકાશમાં ચાલવા લાગ્યું. ક્ષણ માત્રમાં કેટલેક દૂર જઈ રમણીય વનપ્રદેશમાં ઉતરી ભૂમિ ઉપર સ્થિર થયું. વિસ્મય પામેલો કમલસેન વિચાર કરે તે પહેલાં તો પેલી સ્ત્રી અંદરના ભાગમાંથી બહાર આવી બેલી. “હે સ્વામિ! તમારું કલ્યાણ થાઓ, કુશળ તો છોને? આ આસન ઉપર બીરાજે? ( હે કલ્યાણી! તું કેણ છે? ને આ બધું ઈન્દ્રજાળ જેવું શું છે? કુમારે અજાયબીથી પૂછયું. હે પ્રાણેશ ! આ બધુ તમારે માટે કર્યું છે. મારું નામ અંગલક્ષ્મી છે. હું આ નગરની પ્રખ્યાત નાયિકા છું. આજ સુધી અનાથ હતી પણ તમને સ્વામી કરીને હું - સનાથા થઈ છું.” અંગલક્ષ્મીને ઉત્તર સાંભળી કમલસેન ચમક : : : ' અરે ! આ તું કલને મલીન કરનાર વચન શું બેલી ? અનાથ અને દુ:ખીજનેનું પાલન કરવાથી હું તેમનો નાથ છું પણ પરસ્ત્રીના ગ્રહણવડે નહિ, એ અંગલક્ષ્મીના કાલાવાલા છતાં તેનો તિરસ્કાર કરીને કમલસેન દેવમંદિરમાંથી બહાર નિકળી ગયો, “અરે ! જો હું તને પિતાને બળવાનને સુખી માનતો હાય તો મારી સામે આવ !) બહાર જતા કમલને ચાનક લાગે તેવા શબ્દો સાંભળ્યા Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy