________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. નિમંત્રેલા આ પાંચસે શ્રાવકને ભેજન શી રીતે કરાવશે ?" એવામાં આકાશમાં રહીને તેજ દેવ બોલ્યા કે હે રાજન! આ બાબતની તારે ચિંતા ન કરવી. ત્યાં જઈને તે પોતે તપાસ કર, મેં તે બધા પાત્ર ભરી મૂક્યાં છે. હજારો અને કરડે માણસને જમાડતા પણ તે પાત્રો ખાલી થવાના નથી. આ પ્રમાણે સાંભળીને રાજા પ્રમુદિત થઈ ત્યાં જઈને જેવા લાગે એટલે તે બધા પાત્ર ભેજનથી ભરેલાજ તેના જેવામાં આવ્યા. પછી આનંદિત થઈને રાજાએ તે બધા શ્રાવકેને ભેજન કરાવ્યું. તેઓ પણ તૃપ્ત થઈને પિતપોતાને ઘેર ગયા. પછી રાજાએ સર્વ નગરને નિમંત્રણ આપીને તે ભેજનની સામગ્રીમાંથી ભોજન કરાવ્યું. આથી બધા લોકોના હૃદયમાં ચમકાર થશે અને તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે- અડે ! અહીં રસેઈ કરનાર કે જોવામાં આવતું નથી, તે શું આ રાજાને કે દેવની સડાય છે ? યા તે શું એને સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ થઈ છે?” આ પ્રમાણે શંકામાં પડેલા તેઓ તેનું કારણ જાણવાની ઈચ્છાથી પરસ્પર પૂછવા લાગ્યા. એવામાં રાજાએ તેમને તેવા પ્રકારનો વાર્તાલાપ સાંભળીને પોતે જ કહ્યું કે “હે નગરવાસીઓ ! આ બધા ધર્મને જ મહિમા જાણવો.” એમ કહીને તેણે ધરણે કે આપેલ મુદ્રિકાનું સ્વરૂપ તેમની આગળ નિવેદન કર્યું. આ પ્રમાણે પ્રિયંકર રાજા નિરંતર વિવિધ ધર્મકાર્ય કરેતો સત સાધમિવાત્સલ્ય કરવા લાગે. હવે અવસરને જાણનાર એવા રાજાએ પોતાના માતાપિતાની વૃદ્ધાવસ્થા જાણુને પોતે શ્રીસંઘ સહિત શત્રુંજય તીર્થે જઈને તેમને યાત્રા કરાવી. કહ્યું છે કે- સિત્તજજે (શત્રુંજય), સમ્યકત્વ, સિદ્ધાંત, સંઘભક્તિ, સંતોષ, સામાયિક અને સટ્ટા (શ્રદ્ધા)એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust