SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. સાત સકાર લેકમાં દુર્લભ છે. શત્રુંજય તીર્થે તેણે સાધર્મિવાત્સલ્ય, સંઘપૂજા, દીને દ્ધાર અને દાનશાળા વિગેરે બહુ પુણ્યકાર્યો કર્યા. કહ્યું છે કે- વિવાહ પ્રસંગમાં, તીર્થયાત્રામાં અને જિનાલય કરાવીને પ્રતિષ્ઠા કરતાં સાધમિવાત્સલ્ય અવશ્ય કરવું અને સુપાત્રદાન વિશેષ પ્રકારે આપવું. * એક દિવસ ભાવપૂર્વક શત્રુંજય તીર્થ પર શ્રીત્રાષભદેવસ્વામીની પૂજાદિ કરીને પર્વત પરથી નીચે ઉતરતાં પ્રિયંકર રાજાને પિતા પાસદત્ત શ્રેષ્ઠી તળેટીએ આરાધનાપૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયો; એટલે રાજાએ શત્રુંજયની તળેટીએ તેના નામની એક દેરી કરાવી. પછી સંઘસહિત રાજા પાછો વળીને સ્થાને સ્થાને મહત્સવ કરતો અનુક્રમે પિતાની રાજધાનીમાં આવ્યું. ત્યાં શ્રીમદ્દયુગાદિદેવની પાદુકા સુવર્ણમય રાજાની (રાયણનું વૃક્ષ ) યુક્ત કરાવીને રાજા પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યા. ' અનુક્રમે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પિતાને માત્ર પુર્ણ કરવાને જ અવસર જાણીને રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપી તેને આ પ્રમાણે શિખામણ આપી કે-“હે પુત્ર! બળવંતપર કેપ, પ્રિયતમમાં અભિમાન, સંગ્રામમાં ભય,બંધુઓમાં ખેદ, દુર્જનમાં સરલતા, સજજનપર શઠતા, ધર્મમાં સંશય, ગુરૂજનનું અપમાન, લોકમાં મિથ્યા વિવાદ, જ્ઞાતિજનમાં ગર્વ, દીનજની અવગણના અને નીચ જનપરં પ્રીતિ–એ કદી કરીશ નહિ.” આ પ્રમાણે પિતાના જયકંર પુત્રને શિક્ષા આપીને અને રાજ્યકાને ત્યાગ કરીને તે ધર્મ સાધનામાં લીન થયો. ત્યારથી તે અષ્ટમી અને ચતુર્દશીએ પિષધ કરવા લાગ્યો અને સુપાત્રોને વિશેષ પ્રકારે દાન દેવા લાગ્યા. કહ્યું છે કે- અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy