SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - a * પ્રિયંકરનૃપ ચરિત્ર * એટલે તે પણ પચ્ચખાણ પારીને જમવા લાગે. એવામાં રાજાએ નિમંત્રેલા બીજા પણ પાંચસો શ્રેષ્ઠીઓ ત્યાં ભેજન કરવા આવ્યા. હવે તે શ્રાદ્ધવર્ય પારણું કરીને જેટલામાં ઉદ્યો, તેવામાં ધરણે કે આપેલી મહાપ્રભાવવાળી તે મુદ્રિકા ભજનના ભાજનમાંથી પિતે ઉડીને રાજાના હાથની આંગળીમાં પેસી ગઈ. આ વ્યતિકર જોઈને રાજા વિસ્મય પામીને વિચારવા લાગ્યું કે-અહ! આ શું વિપરીત થયું? શું અધિષ્ઠાયિક દેવ કુપિત થયા! અથવા તો મને કઈ અનાસ્થા દોષ લાગે? યા તે મારું પુણ્ય ક્ષીણ થયું ? દેવનું કંથન આજ અસત્ય કેમ થયું ? હવે મારૂં મહત્વ હું શી રીતે જાળવી શકીશ? આ આવેલા પાંચસે શ્રેષ્ઠીઓનું ભેજનાદિકથી હું શી રીતે ૌરવ સાચવી શકીશ?” આ પ્રમાણે ચિંતાતુર થઈને રાજા જેટલામાં ખિન્ન થઈ બેસે છે, તેવામાં અકસ્માતુ આકાશવાણી પ્રગટ થઈ કે“હે રાજન્ ! તું મનમાં લેશમાત્ર પણ ચિંતા કરીશ નહિ. દેવોક્તિ કદીપણ મિથ્યા થતી નથી, પરંતુ આ એકજ શ્રાદ્ધવર્યને ભજન કરાવતાં સામાન્ય પાંચસો શ્રાવકેને ભેજન કરાવવા જેટલું પુણ્ય તને પ્રાપ્ત થયું છે. કારણ કે આ એક મહાશ્રાવક મોટા ગુણથી અલંકૃત છે અને ભવાંતરે મેક્ષગામી થનાર છે. એવા હેતુથી જ તે મુદ્રિકા તને આજ પાંચસો શ્રાવકના ભજનનું ફળ આપીને તારી આંગબીમાં આવીને પડી છે. ગુણવાન એવા તે આજ મહાગુણયુક્ત શ્રાવકને ઓળખીને જમાડ્યો છે. કહ્યું છે કે–નિર્ગુણ ગુણને જાણ શકતું નથી, અને ગુણી ગુણીપર પ્રાયઃ મત્સરી હોય છે, માટે ગુણી અને ગુણરાગી જન તે જગતમાં વિરલા જ હોય છે.” ... 1. એવામાં રસોયાઓએ આવીને રાજાને નિવેદન કર્યું કે– હે રાજન ! ભજનના પાત્રે તે બધા ખાલી થઈ ગયા છે. માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy