________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે રાજ્ય શેભે છે. હવે એકદા તે રાજાએ પોતાના અરિશુર નામના પુત્રને વિવાહમહોત્સવ માંડ્યો. અને તેને માટે એક મોટો મહેલ બનાવવાને તેણે વાસ્તુશાસ્ત્રમાં નિપુણ એવા અનેક કારીગરોને બેલાવ્યા. કહ્યું છે કે -" વૈશાખ, શ્રાવણ, માગશિર, ફાગુન તથા પિોષ માસમાં ઘર કરવું પણ અન્ય માસમાં ન કરવું, એમ વારાહ મુનિને મત છે; તેમજ ઘરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીભંડાર કરે, અગ્નિખૂણે રસોડું કરવું, દક્ષિણ દિશાએ શયનસ્થાન અને નૈઋત્ય ખૂણે આયુધાદિકનું સ્થાન કરવું, પશ્ચિમ દિશાએ ભજન કરવાનું રથાન, વાયવ્યખૂણે ધાન્ય રાખવાનું સ્થાન, ઉત્તર દિશાએ જળસ્થાન - તથા ઈશાનખૂણે દેવગ્રહ કરવું.” આ પ્રમાણેની વિધિપૂર્વક આવાસ તૈયાર કરાવ્યે. પછી તે આવાસને ચિત્રકળામાં નિપુણ એવા અનેક ચિત્રકાર રમ્ય અને વિવિધ ચિત્રોથી ચિતરવા લાગ્યા, તથા અનેક સુવર્ણકારો રત્ન અને સુવર્ણનાં વિવિધ આભૂષણે ઘડવા લાગ્યા. એવા અવસરમાં દેવતા પાસેથી વરદાન મેળવીને કેટલાક સુવર્ણકારે પાટલીપુત્ર નગરથી ત્યાં આવ્યા, અને રાજા પાસે આવીને તેઓ કહેવા લાગ્યા કે–“હે રાજન! અમારાં ઘડેલાં આભૂષણો જે પહેરે છે તે જે રાજ્યને ચગ્ય હોય તે તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે અને બીજા સામાન્ય જનને તેથી મહત્વ પ્રાપ્ત . થાય છે. વધારે શું કહીએ? તે જે રાજા હોય તે રાજાધિરાજ . થાય છે.” આ પ્રમાણેનાં તેમનાં વચને સાંભળીને સંતુષ્ટ થયેલ રાજાએ તે સુવર્ણકારોને તેવા પ્રકારનો એક હાર તૈયાર કરવાને - આદેશ કર્યો અને તેને માટે જોઈતું સર્વોત્તમ સુવર્ણ મણિ તથા : રત્ન આપવા રાજાએ પોતાના ભંડારીને હુકમ કરી દીધું. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust