SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ત્યાં દેખરેખ માટે પોતાના વિશ્વાસુ માણસો નીમી દીધા. કારણ કે કેઈને પણ વિશ્વાસ ન કરે. કહ્યું છે કે-“તારૂ, તેલી, અશ્વ, ચેર, તીડ, સોનાર, ઠગ, ઠાકુર, સર્પ અને દુર્જન–એમને જે વિશ્વાસ કરે તે ગમાર સમજો.” હવે સુવર્ણકારોએ તે હાર છ માસમાં તૈયાર કર્યો, એટલે રાજાએ વધામણીપૂર્વક તે હારને પિતાની રાજસભામાં અણ. તે મહા મનહર હારને જોઇને રાજા અત્યંત ખુશી થયે, અને . સભાસદે પણ તે અપૂર્વ હારને જોઈને અતિશય વિસ્મય પામ્યા. રાજાએ તે હારનું દેવવલ્લભ એવું નામ રાખ્યું, અને અત્યંત સંતોષપૂર્વક તે સુવર્ણકારેને ધન વસ્ત્રાદિક આપી સંતોષ માડીને વિસર્જન કર્યા, એટલે તેઓ પોતાને નગરે ગયા. પછી રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા નિમિત્તિઓને બોલાવ્યા. તેઓએ કહેલ શુભ દિવસે અને શુભ મુહર્ત તે હાર મંગાવીને જેટલામાં રાજા પોતાના કંઠમાં પહેરે છે, તેટલામાં સભામાં અકસ્મા નિત્ય ખૂણમાં છીંક થઈ. આથી શંકિત થઈને રાજાએ ત્યાં બેઠેલા એક નિમિત્તિઓને પૂછયું- હે દેવજ્ઞ ! આ છીંકનું શું પરિણામ આવશે?” એટલે તે દેવજ્ઞ બોલ્યા કે-“હે રાજન ! આ છીંક સામાન્યતઃ ઉદ્વેગકારક છે. કહ્યું છે કે-પિતાને સ્થાને બેઠેલા અને પ્રથમ કંઈ પણ સ્વકાર્ય કરવાને ઈચ્છતા એવા પુરૂષને દિશા કે વિદિશાના વિભાગથી થયેલ છીંક શુભ અને અશુભ-બંનેની [ સૂચક થાય છે. પૂર્વ દિશામાં થાય છે તે અવશ્ય લાભને સૂચવે છે, અગ્નિખૂણમાં થાય તે હાનિ સૂચવે છે, દક્ષિણ દિશામાં મરણ અને નૈઋત્યમાં ઉદ્વેગ સૂચવે છે. પશ્ચિમમાં પરમ સંપત્તિ, વાયવ્ય ખૂણમાં સુખવૃત્તિ, ઉત્તર દિશામાં ધનલાભ અને ઈશાન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy