SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પ્રણમાં લક્ષ્મીને વિજય સૂચવે છે; પરંતુ અહીં બ્રહ્મસ્થાનનું વજને કહેલ છે. પથે ચાલતાં જે સન્મુખ છીંક થાય તે તે માણસના મરણને સૂચવે છે, પરંતુ તે વખતે તે માર્ગે જવાનો ત્યાગ કરી પાછા ઘેર આવવું. પથે જતાં પાછળ છીંક થાય તે તે કાર્ય સિદ્ધિ આપનાર થાય છે.” નિમિત્તિઓએ આ પ્રમાણે કહેવાથી રાજાએ તે હાર ન પહેરતાં પિતાના ભંડારમાં રખા. - હવે કેટલાક દિવસો ગયા પછી બીજું મુહુર્ત જોઈને તે હાર લાવવા રાજાએ ભંડારીને હુકમ કર્યો, એટલે ભંડારી ત્યાં જઈને તે હાર ન જેવાથી ભયભીત થઈ રાજાની પાસે આવીને વિજ્ઞપ્તિ કરવા લાગે-“હે સ્વામિન્ ! બહુ રીતે તપાસ કરતાં પણ તે હાર ભંડારમાં જોવામાં આવતો નથી. આથી રાજાએ વિસ્મિત અને ક્રોધાતુર થઈને ભંડારીને કહ્યું કે- હે ભંડારી ! ત્યાં ભંડારમાં તારા વિના બીજું કોણ મૃત્યુને ઈચ્છક પ્રવેશ કરી શકે તેમ છે?” ભંડારીએ કહ્યું કે હે રાજન્ ! એ વિષયમાં હું કશું જા તે નથી. જે આપને મારા કથનનો વિશ્વાસ ન આવતો હોય તે હું સોગન ખાવા પૂર્વક તમે કહો તે પ્રકારનું દિવ્ય કરવા તૈયાર છું. તે વખતે મંત્રીઓએ રાજાને કહ્યું કે હે સ્વામિન! કઈ પણ વાતનો નિશ્ચય કર્યા વિના કેઈના ઉપર પણ ખોટું કલંક આપવું એગ્ય નથી. કહ્યું છે કે अविमृश्य कृतं कार्य, पश्चात्तापाय जायते / न पतंत्यापदंभोधी, विमृश्य कार्यकारकाः // 1 // વિચાર્યા વિના કરેલું કાર્ય પશ્ચાત્તાપને માટે થાય છે, અને. જેઓ વિચારપૂર્વક કાર્ય કરે છે તેમને આપત્તિરૂપ મહાસાગરમાં * *-------- 'Gunratnasuri M.S. " Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy