SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરસૃપ ચરિત્ર પડવાને વખત આવતું નથી. એ પછી મંત્રીઓની સંમતિથી રાજાએ સમસ્ત નગરમાં આ પ્રમાણે પટહઘાષણ કરાવીઃ देववल्लभहारस्य, शुद्धिं यः कथयिष्यति / સંતુષ્ટ નૃપતિતË, વાસ્થતિ પ્રાપં શાક દેવવલ્લભ હારની જે શોધ કરી આપશે તેને રાજા સં. તુષ્ટ થઈને પાંચ ગામ ઈનામમાં આપશે. " આ પ્રમાણે માટે સાદે સાત દિવસ સુધી રાજપુરૂષોએ સમસ્ત નગરમાં પટહઘોષણ કરી, પરંતુ તે વાગતા પટને કેઈએ પણ સ્પર્શ ન કર્યો, એટલે રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા ભૂમિદેવ નામના એક ઉપાધ્યાયને બોલાવીને હારની શુદ્ધિ પૂછી. તેણે કહ્યું કે હું તપાસ કરીને આવતી કાલે કહીશ.” પછી બીજે દિવસે તે ગણકને બેલાવીને રાજાએ પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યા કે હે રાજેદ્ર! આ હારને માટે તમારે મને ન પૂછવું. કારણ કે તેના ખબર ન કહેવાથી તમને અ૫ દુઃખ છે, પરંતુ કહેવા જતાં તમને મહા દુખ થશે. આ પ્રમાણે કહેવાથી તે ઉલટા વિશેષ ઉત્સુક થઈને રાજાએ તેને વધારે આગ્રહ કરીને પૂછયું, એટલે તે ગણુક બોલ્યા કે-“હે રાજન ! લક્ષ મૂલ્યવાળે એ દેવવલ્લભ હાર જેની પાસેથી મળશે તે તમારા પટ્ટપર રાજા થશે. આ બાબતમાં કંઈ પણ સંશય કર નહિ, પરંતુ ઘણાં વર્ષે એ હારની તમને શુદ્ધિ મળશે. આ સંબંધમાં આજથી ત્રીજે દિવસે તમારે હાથી મરી જશે, એ નિશાની સમજવી. " આ પ્રમાણે તે ગણકેનું કથન સાંભળીને રાજા બહુજ ખેદ કરવા લાગ્યા. તેથી મંત્રીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! આ સંબંધમાં તમારે નિરર્થક ચિંતા કરવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy