________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. રમ્ય, સુરૂપવતી, સુભગ, વિનીત, પ્રેમાળ, સરલ સ્વભાવવાળી અને નિરંતર સદાચારના વિચારમાં દક્ષ એવી પત્ની પુણ્ય ગેજ સંપ્રાપ્ત થાય છે. " તે દંપતીને અરિશર, રણશર અને દાનશૂર નામે ત્રણ પુત્રો હતા. તેઓ અનેક ગુણગણાલંકૃત, સકળકળાકલાપથી સંયુક્ત અને દેવ, ગુરૂ, માતાપિતા તથા સ્વજનાદિકની ભક્તિ કરવામાં સદા તત્પર હતા. કહ્યું છે કે किं तया क्रियते धेन्वा, या प्रसूता न दुग्धदा / कोर्यः पुत्रेण जातेन, यो न विद्वान्न भक्तिमान् // 1 // જે વિદ્વાન અને ભક્તિમાન ન હોય એવા પુત્રને જન્મ આપવાથી શું અર્થ સરે? કારણ કે જે દુધ ન આપે એવી પ્રસૂતા ગાયથી પણ શું પ્રયજન છે?” તેમજ કહ્યું છે કે - चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः / . वैरिमुक्तं च यद्राज्यं, सफलं तस्य जीवितम् // 1 // : “મનની અનુકૂળતા પ્રમાણે ચાલનારી સ્ત્રી, વિનયમાં તત્પર પુત્ર અને શત્રુરહિત રાજ્ય જેને હોય તેવા પુરૂષનું જીવિત સફળ છે.” તે અશોકચંદ્ર રાજાનું રાજ્ય અશ્વ, હાથી વિગેરેની સકળ સામગ્રી સહિત અને સચિવાદિકથી પરિમંડિત હતું. કારણ કે –“જે રાજ્યમાં વાપી, કિલ્લા, મંદિર, વિવિધ વર્ણ [ જાતિ ]- - ના લોકો [પ્રજા ], સુંદર વનિતાઓ, વક્તાઓ, બગીચાઓ, વૈદ્ય, બ્રાહ્મણે, જળ, વાદીઓ, વિદ્વાને, વેશ્યાઓ, વણિકે, નદી, વિદ્યાએ, વિવેક વિત્ત અને વિનયસહિત વીરજનો, મુનિએ, કારીગરો, વ, હાથી, ઘડાએ અને ઉત્તમ પ્રકારના ખચ્ચરે હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust