SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયક૨૫ મજાવ્યા છતાં રાજાને પુત્રનું દુઃખ વિસર્યું નહિ, અને પુત્રમોહથી, અનકમે તેના શરીરમાં પણ બેચેની ઉત્પન્ન થઈ. કહ્યું છે કે-અનમાં અરૂચિ, શરીરે પીડા, નિદ્રાને અભાવે અને મનની અસ્વસ્થતા–આમ હોવાથી કાંઈ સમજાતું નથી કે પરિણામે શું થશે? આ પ્રમાણે કેટલાક દિવસો જતાં એકદા રાજાએ પાછલી રાત્રિએ તે ખરયુક્ત વાહનમાં બેસીને દક્ષિણ દિશામાં ગયે.” એવું સ્વપ્ન જોયું. પ્રભાતકાળે તે સ્વપ્નની વાત પિતાના મંત્રીને એકાંતમાં કહી. એટલે મંત્રીએ પણ સ્વપ્નશાસવેત્તાને એકાંતમાં બેલાવીને તે સ્વપ્નનું ફળ પૂછયું. તેણે કહ્યું કે-હે મંત્રિન! આ સ્વપ્ન અલ્પકાળમાં મરણને સુચવે છે.”કહ્યું છે કે રાત્રિએ ખરયુક્ત યાનમાં બેસીને પોતે કઈ દિશામાં જાય છે, એવું સ્વપ્ન જોવામાં આવે તો તે જેનાર અલપકાળમાં મરણ પામે.” આ પ્રમાણે સાંભળીને રાજા અને મંત્રી બને અત્યંત ચિંતાતુર થઈ ગયા. પછી મંત્રીથી પ્રેરણા કરાચેલે રાજા પુણ્ય કરવાની ઈચ્છાથી દેવસ્થાનમાં પૂજાદિક અને દીનને ઉદ્ધાર વિગેરે કરવા લાગ્યું. કહ્યું છે કે : નિર્ણના વિનૉ જતિ, શીળા શીકિન” ? પીડિત અને દેવને નમે છે, રેગીજને તપ કરે છે, નિધન લેકે વિનય કરે છે અને ક્ષીણ દેહવાળા શીલ પાળે છે.” એકદા રાજા સભામાં આવીને બેઠે, એટલે તેને પ્રણામ કરવાને માટે મંત્રી, સામંત, સેનાપતિ, શ્રેષ્ઠી, પુહિત વિગેરે સભ્યજને સર્વે આવ્યા. તે વખતે ત્યાં જવાની ઈચ્છાથી પ્રિયંકર પણ ઘરથી બહાર નીકળે. એવામાં માર્ગે આકાશવાણી થઈકે- હે પ્રિયંકર! આજ રાજા તરફથી તને ભય ઉત્પન્ન થશે અને ચોરની જેમ બંધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy