________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. બધા પિરલોકે પણ તેને સત્કાર કરવા લાગ્યા. કહ્યું છે કે"राजमान्यं धनाढ्यं च, विद्यावंतं तपस्विनम् / ર રાતા, સર્વે છંતિ ઘર " ? : - " રાજમાન્ય, ધનવંત, વિદ્વાન, તપસ્વી, રણજૂર અને દાતાર એવા પુરૂષને સર્વે આદર આપે છે.” - હવે કેટલાક દિવસ ગયા બાદ રાજાના અરિચૂર અને રણસુર નામના બંને પુત્ર જવરના વ્યાધિથી મરણ પામ્યા. કહ્યું છે કે–રાત્રિ ચાલી જશે, સુપ્રભાત થતાં સૂર્ય ઉદય પામશે અને કમળ વિકસિત થશે. આ પ્રમાણે કમળના પુટમાં રાત્રિએ બંધાઈ રહેલ મધુકર વિચાર કરતે હતે, એવામાં પ્રાતઃકાળે અહો! હાથી આવીને તે કમળનું ભક્ષણ કરી ગયે.” રાજપુત્રના મરણથી નગરમાં મહાન શોક વ્યાપી રહ્યો. રાજા પણ અત્યંત ચિંતાતુર થઈને સભામાં પણ આવતે બંધ થયે, એટલે મંત્રી તેને સમજાવવા લાગે કે–“હે રાજન્ ! આ દેવાધીન વસ્તુમાં કેને ઉપાય ચાલી શકે ? આ માર્ગ તે સહુ કોઈને માટે સમાન છે માટે ખેદ કરવાથી શું? કહ્યું છે કે- ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને કે એ જેટલા વધારીએ તેટલાં વધી શકે છે. વળી–તીર્થકરે, ગણધરે, ચક્રવર્તીએ, વાસુદેવ અને બળદે–એ બધાઓને દુષ્ટદેવે સંહાર કર્યો, તે બીજા સામાન્ય જીવોની શી ગણના? વળી હે સ્વા મિન ! સગરચકીના સાઠ હજાર પુત્ર અને સુલસાના બત્રીશપુત્રો સમકાળેજ મરણ પામ્યા હતા માટે હે રાજન ! તમારે સર્વથા શિક નજ કરે કહ્યું છે કે-જન્મ પામેલાને અવશ્ય મરણ અને મરણ પામેલાને અવશ્ય જન્મ આવે છે (પ્રાપ્ત થાય છે), માટે એવી અનિવાર્ય બાબતમાં ચિંતા શી કરવી?” આ પ્રમાણે મંત્રીએ બહુ રીતે સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust