________________ પ્રિયંકરનું ચરિત્ર. પ્રાપ્ત થશે. આવા પ્રકારની ગગનવાણું સાંભળીને પ્રિયંકર વિચારવા લાગ્યું કે-અહે! મેં રાજાને તે કઈ પણ જાતને અપરાધ કર્યો નથી, પરંતુ રાજાને વિશ્વાસ છે ? કહ્યું છે કે “સુંદરી, જડ ' (ળ), અગ્નિ અને રાજા-એ ધીમંત જનને બહુજ સાવચેતીથી સેબવા લાયક છે.. અન્યથા તેઓ પ્રાણસંકટમાં નાખી દે છે. વળી, છળ જેનારા રાજા વિગેરે સ્વાર્થ સાધવામાં. તત્પર હોવાથી નિરપરાધી પુરૂષને પણ પ્રાણસંકટમાં નાખે છે. આ પ્રમાણે વિચાર થયા છતાં પણ “જે થવાનું હશે તે થશે એમ વિચારી, સાહસિક પણું સ્વીકારી, રાજસભામાં પ્રવેશ કરીને જે તે રાજાને પ્રણામ કરે છે, તેટલામાં અકસ્માતે પૂર્વોક્ત દેવવલ્લભ હાર તેના મસ્તક પરથી સભામાં પડ્યો, અને રાજા વિગેરે સભ્યજનના જોવામાં આવ્યું. બધાના મનમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. સર્વે કહેવા લાગ્યા કે- અહે રાજાને હાર ખોવાઈ ગયો હતો, તે અત્યારે આ પ્રિયંકર પાસેથી મળી આવ્યો. પોતાના મસ્તક પરથી હારને પડેલ જેઈને પ્રિયંકર પણ મનમાં ચક્તિ થઈ વિચારવા લાગ્યો કે- અહા ! દેવે, અનુચિત કર્યું. ઘણું કાળથી મેળવેલ મહસવ આજે આ ચાર્યના કલંકથી બધું વિનષ્ટ થયું અને મરણ પાસે આવ્યું. માર્ગમાં પ્રગટ થયેલ આકાશવાણી પણ સત્ય ઠરી. * રાતે જે તુ, 4 નવના છે ? . . . “ચેરીરૂપ પાપવૃક્ષનું આ ભવમાં વધ. અને બંધનાદિરૂપ ફળ મળે છે અને પરલેકમાં નરકની વેદનારૂપ ફળ પ્રાપ્ત થાય છે.. અહો! મેં પૂર્વ જન્મમાં કોઈને પણ વૃથા કલંક આપેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus