________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 59 ત્યારબાદ ત્રણ દિવસ ગયા પછી તેના જેવા જ રૂપવાળે, તેટલીજ વયને, તેના જેવાજ વર્ણવાળ, તેજ નામવાળો, તેવી જ નિશાની જણાવનારે, તેના જેવું જ બોલનારે, તેના જેવા જ મુખ અને નેત્રવાળો એક વિપ્ર પ્રિયંકર પાસે આવ્યા, એટલે પ્રિયંકર બે કે-“હે વિપ્ર ! તું તરત પાછો કેમ આવ્યા? શા કારણથી ત્યાં ગયે નહિ? શું સ્વજનોએ તને અટકાવ્યું ? અથવા શુભ શકનના અભાવે પાછો આવ્યે?” બ્રાહ્મણે કહ્યું કે-“હે સજ્જન! સમુદ્રમાર્ગે જતાં વહાણ ડુબવાના ભયથી જીવને જોખમમાં નાખવાની શંકાથી હું પાછો આવ્યો; કારણ કે જીવને સંશયમાં નાખી ધન કમાવાથી પણ શું ? કહ્યું છે કે- જે ધન મેળવતાં શત્રુઓને પ્રણિપાત કરવો પડતે હેય, ધર્મની મર્યાદાને લેપ થતો હોય અને અતિ કલેશ થતું હોય, તેવા દ્રવ્યનું પ્રયોજન નથી.” આ પ્રમાણે ભયની શંકાથી હું ત્યાં ગયે નહિ. અહીં આપના જેવા બહુ ભાગ્યવંત છે, તેમના આશ્રયથી હું મારા નિવાહ ચલાવીશ.” આ પ્રમાણે કહી તે સ્ત્રીને લઈને ત્યાંથી ચાલ્યા ગયે. . કેટલાક માસ વ્યતીત થતાં પિતાની પ્રિયાને મળવાને ઉત્સુક થયેલો પેલે બ્રાહ્મણ એક મોટા પર્વત જેવા ગજેંદ્રને સિંહલદ્વીપથી લાવીને પ્રિયંકરને ઘેર આવ્યા, અને તેને આશીષ દઈને તેની સમક્ષ બેઠે. પછી તેણે પ્રિયંકરને કહ્યું કે હે સજજન ! તમારા પ્રસાદથી હું ગજાદિક ધન ઉપાર્જન કરીને અત્યારે જ કુશળે અહીં આવી પહોંચે છું, તમે મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે, હું તમારો પ્રત્યુપકાર શી રીતે કરી શકીશ એજ ચિંતા છે, હવે તમે મારા પર પ્રસન્ન થઈને મારી પ્રિયા મને સપિ.” આ પ્રમાણેનું વિપ્રનું વચન સાંભળીને પ્રિયંકર તે જાણે વજથી ઘાયલ થઈ ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust