________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. જે હોય તેમ ક્ષણવાર મન રહીને કહેવા લાગ્યું કે હે વિપ્ર ! તેજ પ્રથમ તારી ભાર્યાને લઈને ચાલ્યા ગયા હતા અને અત્યારે ફરી પાછે આવીને કેમ માગે છે? સાત નિશાનીઓ પણ તે વખતે તે સાબીત કરી આપી હતી, હવે વૃથા વિવાદ શા માટે કરે છે? અથવા તે બ્રાહ્મણે આવા દાંભિક હોય છે, તે હું જાણું છું. ' બ્રાહ્મણે કહ્યું કે-“હે વણિકપુત્ર! જેમ તેમ ન બોલે, દાંભિક તે વાણુયાજ હોય છે. કહ્યું છે કે-દાંભિક લકે દેવતાઓને પણ ઠગી લે છે, માણસેને ઠગે તેમાં તે શું મેટી વાત છે ? એક વાણિયાએ દેવી અને યક્ષ બંનેને એક લીલામાત્રમાં ઠગી લીધા હતા. વળી હું અહીં આવ્યા જ નથી. આ સંબંધમાં હું શપથ ( સમ) લેવા પણ તૈયાર છું; માટે જે લેભ કરીને મારી સ્ત્રી મને નહિ સેપે, તે હું તમને બ્રહ્મહત્યા આપીશ.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર ભય પામી ખિન અને શ્યામ મુખવાળે થઈને હૃદયમાં વિચારવા લાગ્યું કે પહેલાં નિશ્ચ કેઈ દુષ્ટ વિદ્યાસિદ્ધ આ બ્રાહ્મણનું રૂપ કરી એની સ્ત્રી લઈને ચાલ્યો ગયો. જણાય છે. હવે શું થશે? આ પ્રમાણે દિમૂઢ થયેલા પ્રિયંકરને બ્રાહ્મણે કહ્યું કે “હું અવશ્ય મારી સ્ત્રી લઈને જ જવાને છું. ' એમ કહીને તે તેના ઘરના દ્વાર આગળ બેઠે. આમ કરતાં તે બ્રાહ્મણને એક લાંઘણ થઈ, એટલે બધા સ્વજનેએ મળીને પ્રિયંકરને કહ્યું કે ખરેખર કેઈ વ્યંતરે આવીને તેને વિપત્તિમાં નાખ્યો છે. કહ્યું છે કે રામચંદ્ર હેમમગને જાણું ન શક્યા, નહુષ રાજા વાહનમાં બ્રાહ્મણને જોડવા લાગે, બ્રાહ્મણ પાસેથીજ ચક સહિત ધૂમ હરણ કરી લેવાની અર્જુનને મતિ થઈ અને યુધિષ્ઠિરે પોતાના ચાર ભાઈને તથા પોતાની પટરાણીને ચૂતમાં મૂકયાં, માટે વિનાશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust