SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 58 પ્રિયંકરનૃપ ચરિત્ર. ઉત્સુક એવો હું તમારી પાસે મારી પ્રાણપ્રિયાને મૂકવા આવ્યું છું. હું તે કાર્ય કરીને પાછો આવું, ત્યાંસુધી રૂપ અને લાવણ્યયુક્ત આ મારી પ્રિયાને તમારે ઘેર સંભાળીને રાખો. તેની પાસે તમારે પાણી ભરાવવું,રધાવવું અને છાશનું વલેણું કરાવવું, વિગેરે કામ કરાવવું અને ભેજન આપવું. તેવા પ્રકારના કેઈ પણ સ્વજનોને મારે અભાવ હોવાથી અને બીજે કઈ ઠેકાણે વિશ્વાસ ન આવવાથી ઉત્તમ એવા તમારી પાસે તેને મૂકીને હું નિશ્ચિત થઈ જઈ શકું તેમ છું.” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યું કેહે વિત્તમ! અહીંજ ( આ શહેરમાં જ) તમારા સ્વગોત્રના, સ્વજાતિના યા સ્વવર્ગના ઘણા લોકે છે, તેમને સેંપીને તમે જાઓ.” વિપ્ર બે કે-“હે સજન ! બીજે કયાંઈ મૂકવા મારું મન માનતું નથી, માટે તમેજ આ મારું કાર્ય કરીને મારાપર ઉપકાર કરે.” કુમારે કહ્યું કે- હે દ્વિજ ! કેવળ તમારા આગ્રહથી મન ન હોવા છતાં માત્ર પોપકારને માટેજ તમારી પ્રિયાનું હું મારે ઘેર રક્ષણ કરીશ, પરંતુ કાર્ય કરીને તમારે સત્વર આવવું.” બ્રાહ્મણ હર્ષિત થઈને પ્રિયંકરને કહેવા લાગ્યું કે હે પુરૂષોત્તમ ! કાશીવાસી, કાશ્યપગોત્રી, કામદેવપિતા, કામલતામાતા, કેશવનામ, કરપત્રિકા કરમાં અને કષાયવસ–આ સાત કકારથી જે મારી નિશાની આપે, તેને આ સુંદરી તમારે સાંપી દેવી. ' આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થયે. એટલે પ્રિયંકરે તેને કહ્યું કે-હે વિપ્ર ! તમને તમારો માર્ગ સુખરૂપ થાઓ, પુનઃ સત્વર સમાગમ હે, કાર્યમાં સફળતા પામે અને અવસરે અમને સંભારીને તરત પાછા આવે. વળી તે દ્વિજ ! જ્યારે તમે અહીં આવશે, ત્યારેજ આ તમારી ભાર્યા હું તમને સોંપીશ.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy