________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. 35 વળી પુત્ર પણ તેજ કહેવાય કે જેઓ ઘરને ભાર ઉપાડી લઈ પિતાના પિતાને ચિંતામુક્ત કરે. કહ્યું છે કે એક સુપુત્રથી પણ સિંહણ નિર્ભય થઈને નિદ્રા લે છે અને દશ પુત્ર છતાં ગધેડી તેમની સાથે સાથે ભાર ઉપાડે છે. વળી કાર્ય કરવામાં અસમર્થ એવા બહુ પુત્ર છતાં હરિણીનું શું કાર્ય સરે છે? કારણ કે સમસ્ત વન જ્યારે દાવાનળથી જવલિત થાય છે, ત્યારે તે પુત્રોની સાથે હરિણી પણ માત્ર ઉંચે જોઈ રહે છે, અને હાથીઓના કુંભસ્થળને દળી નાંખવામાં સમર્થ તેમજ મહાપરાક્રમી એવા એક પુત્રના યેગે પણ સિંહણ ગર્જના કરે છે. પુત્રે કહેલી આ હકીકત શેઠ ધ્યાનમાં રાખી. એક દિવસે શ્રેણીએ પિતાના પ્રિયંકર પુત્રને નજીકના શ્રીવાસ નામના ગામમાં ઉઘરાણી કરવા મેકલ્ય. ઉઘરાણી કરીને પાછા વળતાં તેને ભિલ્લુ લોકોએ બાંધીને સંધ્યા વખતે શ્રીપર્વત પરના કિલ્લામાં લઈ જઈ સીમાડાના (બહારવટીઆ) રાજાને સેં. તેણે તેને કેદખાનામાં નાંખી દીધે. અહીં તેના માતાપિતા સાંજ સુધી પણ પુત્રને ઘેર ન આવેલ જોઈને ચિંતાતુર થયા, અને મનમાં અત્યંત ખેદ પામી વિલાપ કરવા લાગ્યા કે હે પુત્ર! તને આજેજ અમે પાસેના ગામમાં મેકલ્ય, પણ હજુ સુધી તું આવ્યું કેમ નહિ? શું રસ્તામાં તેને કેઈએ હરકત કરી છે ? હે પુત્ર ! હવે તું . અહીં તરત આવીને વિરહાતુર એવા અમને તારૂં મુખ બતાવી આનંદ પમાડે. હવે પછી તને કઈ પણ સ્થાનકે બહાર મેકલશું નહિ. હે વત્સ પ્રિયંકર ! તું અમારે એકને એક પુત્ર છે, અને મહા કટે તારૂં અમે પાલન કર્યું છે, તું અમને અત્યંત હાલે છે, તું કાંત અને મનેરૂ તથા આભરણના કરંડીયા તુલ્ય છે, અમારા જી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust