SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. * વિતને તું રત્નવત્ ઉલ્લાસ પમાડનાર છે અને ઉંબર પુષ્પની જેમ અત્યંત દુર્લભ છે. અહા ! હવે સ્વપ્નમાં પણ તારું દર્શન શી રીતે પ્રાપ્ત થશે ?" આ પ્રમાણે પુત્રના ગુણ સંભારતા સતા તે અને વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગ્યા. કહ્યું છે કે બીજું સર્વ પ્રકારનું દુઃખ માણસો વખત જતાં વીસરી જાય છે, પણ વલ્લભના વિયેગનું દુઃખ મરણ વિના વિસરાતું નથી. અહો ! આજ પ્રિય પુત્ર વિને આપણું આ ઘર શૂન્ય દેખાય છે. કહ્યું છે કે– અપુત્રીયાનું ઘર શૂન્ય છે, બંધુરહિત જનને દિશાએ શૂન્ય છે, મૂર્ખનું હદય શૂન્ય છે અને દરિદ્રને બધું શૂન્ય છે. આ પ્રમાણે તે ચિંતામગ્ન થઈ વિચારે છે, એવામાં કેઈએ આવીને શેઠને કહ્યું કે–હિ શેઠ! તમારા પુત્રને તે ભિલ્લ લોકોએ પકડી લીધું છે અને તેઓ તેને બાંધીને શ્રીપર્વત પર લઈ ગયા છે. આ ખબર સાંભળીને તે દંપતી અતિશય દુઃખ પામ્યા, અને પછી વિશેષ પ્રકારે નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તોત્રના પાઠમાં તત્પર થઈ ધર્મકાર્ય કરવા લાગ્યા. કહ્યું છે કે-“વનમાં, સંગ્રામમાં, શત્રુ, જળ તથા અગ્નિના મધ્યમાં, મહાસમુદ્રમાં, પર્વતના શિખર ઉપર, માણસ સુતેલ હોય, પ્રમત્ત થઈ ગયેલ હોય યા તે વિષમ સ્થિતિમાં આવી પડેલ હેય, છતાં પૂર્વકૃત પુ તેની રક્ષા કરે છે. એવામાં પાસદત્ત શેઠને દેવે કહેલ વચન યાદ આવ્યું, એટલે પ્રભાતે તે કપૂર, કસ્તુરી પ્રમુખ સુગંધી પદાર્થો લઈને રાજવાડીમાં દેવથી અધિષ્ઠિત આમ્રવૃક્ષ પાસે ગયે. ત્યાં ધૂપ ઉખેવીને તે કહેવા લાગે કે-“હે દેવ ! મારા પ્રિયંકર પુત્રને રાજ્યને લાભ થશે એમ તમે પ્રથમ કહ્યું છે, તે તે દૂર રહે; પરંતુ અત્યારે ઉલટું તેને વિરહનુ કષ્ટ અમારા પર આવી પડયું છે. વળી દેવી વાણી કદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy