________________ 34 પ્રિયંકરનૃપ ચરિત્ર. સર્વ ઉપસર્ગને હરણ કરનાર એવા સ્તવનનું જે પ્રાણી નિરં તર ધ્યાન ધરે છે તેને કાર્યસિદ્ધિ થાય છે; અને દુષ્ટ ગ્રહ, જવર, શત્રુ, સર્પ અને રેગ વિગેરેની પીડાઓ નાશ પામે છે, તેમજ તેની સ્ત્રીઓ સંતાનવાળી થાય છે. માટે હે ભદ્ર! આ ઉપસર્ગહરસ્તોત્રનું તારે નિરંતર ભાવથી સમરણ કરવું; અને કઈ પણ પ્રકારનું કષ્ટ પડતાં તેની પ્રથમ ગાથાનું વિશેષ રીતે સ્મરણ કરવું (ગુણન કરવું). આ પ્રમાણેને ગુરૂ મહારાજને ઉપદેશ સાંભળીને પ્રિયંકરે ઉપસર્ગહરસ્તાવને ગણવાને નિયમ લીધો. ત્યારથી તે દરરોજ સવારે ઉઠી પવિત્ર થઈને તેને પાઠ કરવા લાગ્યો. તે નિયમને કદાપિ ભંગ થતાં તે દિવસે તે વિગઈને ત્યાગ કર્યો હતો. આ પ્રમાણે સ્મરણ કરતાં તે તેત્ર તેને સિદ્ધમંત્રની માફક સકળ વાંછિત કાર્યને સાધનારૂં થઈ પડયું. હવે એકદા પ્રિયંકર વિનયપૂર્વક અંજલિ જેડીને પોતાના પિતાને કહેવા લાગ્યું કે-હે તાત! હવે તમે વ્યાપારાદિક બધાં કામોને ત્યાગ કરીને માત્ર ધર્મધ્યાનજ કરે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે - जाजा वच्चइ रयणी, न सा पडिनियत्तइ। ... - ધર્મ રામાણસ, સદા નંતિ નો છે ? | જે જે રાત્રિ વ્યતીત થાય છે તે પાછી પ્રાપ્ત થતી નથી, અને ધર્મ કરતાં માણસની રાત્રિએ સફળ જાય છે.” હે તાત ! હવે બધું વ્યાપારાદિક કાર્ય આપના પ્રસાદથી હું સમ્યક્ પ્રકારે ચલાવીશ. કહ્યું છે કે જે પુત્ર જન્મ પામીને વિદ્વાન ન થાય અને માબાપની તથા દેવગુરૂની ભક્તિ ન કરે તેવા પુત્રથી ફળ શું? કારણ કે જે પ્રસુતા ન થાય અને દૂધ ન આપે તેવી ગાયથી શું પ્રયોજન છે?” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust