________________ પ્રિયંકરનું ચરિત્ર. 33 વ્રતાદિને સ્વીકાર કરીને મહા શ્રાવક થયે. * " એકદા ગુરૂ મહારાજે તેને કહ્યું કે-હે મહાભાગ! નાની વયમાં પણ ધર્મ તે આચરવો. કહ્યું છે કે જ્યાં સુધી જરા આવીને પડે નહિ, વ્યાધિ વધે નહિ અને ઇન્દ્રિયનું બળ હણાય નહિ, ત્યાંસુધીમાં ધર્મારાધન કરી લેવું યોગ્ય છે” પછી પ્રિયંકર પ્રતિદિન પ્રતિકમણ, દેવપૂજા, પ્રત્યાખ્યાન, દયા અને દાન વિગેરે આચરવા લાગે, અને જિનક્તિ નવ તને હૃદયમાં ચિંતવવા લાગે. આવા પ્રકારની તેની ધર્મશ્રધ્ધા જોઈને ગુરૂમહારાજે પ્રસન્ન થઈ તેને ઉપસર્ગહરસ્તોત્રની આમ્નાય બતાવી, અને કહ્યું કે-“હે મહાનુભાવ ! પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઈને તારે આ ઉપસર્ગહરસ્તવની એકાંતમાં માનપૂર્વક ગણના કરવી. (ગણવું–મુખે પાઠ કરે). આ સ્તવમાં શ્રીભદ્રબાહુ તકેવળીએ મહામત્રે ગુપ્ત રાખ્યા છે; જેના પાઠથી સંતુષ્ટ થયેલા ધરણેન્દ્ર, પદ્માવતી અને વૈરોચ્યાદિક સહાય કરે છે. વળી એની અખંડ ગુણના કરવાથી (ગણવાથી) સર્વ કાર્યો સિદ્ધ થાય છે; તેમજ દુષ્ટ ગ્રહ, ભૂત, પ્રેત, વ્યંતર, શાકિની, ડાકિની, મરકી, ઈતિ, રોગ, જળપરાભવ, અગ્નિ ઉપદ્રવ, દુષ્ટ જવર, વિષધર, ચેર, રાજા તથા સંગ્રામાદિકના ભય-એ સર્વ એનું સ્મરણ કરતાંજ દૂર થઈ જાય છે, અને સુખસંતાન તથા સમૃદ્ધિને સોગ વિગેરે શુભ કાર્યો ઉદયમાં આવે છે. કહ્યું છે કે સવા સાનં પુમાન ચો, ध्यायेत्सदा भवति तस्य हि कार्यसिद्धिः / दुष्टग्रहज्वररिपूरगरोगपीडा, નારું પતિ વનિતા સંસ્કૃત મયંતિ છે ? 1 ચદપૂર્વી શ્રુતકેવળી કહેવાય છે. Jun Girl Aaradhak Trust