________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ઉત્પન્ન થઈ ત્યાર પછી અનુક્રમે ગીતાથ સ્વરૂપવાળા થયેલા આ રાજર્ષિ ગુરુની આજ્ઞા પામી એકાકી વિહાર કરવા લાગ્યા. હવે એક વખત ઠંડીની તુમાં વિહાર કરતા કરતા તે અવંતી નગરીના બહારના ઉદ્યાનમાં આવ્યા અને ત્યાં નગરની નજીકમાં જ કાયોત્સર્ગ પ્રતિમાપૂર્વક મેરાની જેમ અત્યંત નિશ્ચલ, જેટલામાં થયા તેટલામાં કેટલાક ગેવાનીઆઓના બાલકો ગાયોને ચરાવીને વનમાંથી પાછા ફરતા તે મુનિની નજીકમાં આવ્યા અને તે મુનિને ધ્યાનમાં રહેલા જોઈને તેઓએ વિચાર્યું કે, અરે ! એ રાતે મહાન ઠંડા વાયુથી પગ, ભવ પામતાં આ સાધુને ધણું કષ્ટ થશે. એમ વિચારી તેમની ઠંડીથી રક્ષા કરવા તે ગોપાલ - બાળકેએ ભક્તિથી પોતપોતાના વસ્ત્રો ચારે બાજુ વીંટાળી દીધાં અને પછી તેઓએ વિચાર્યું કે, પ્રભાત સમયે આવીને આપણે આપણાં વસ્ત્ર લઈ લઈશું. ત્યાર પછી તે ગોપાલ બાલકો પોતપોતાના સ્થાને ગયા.' હવે તે જ નગરીમાં બોધિભટ્ટ નામને એક બ્રાહ્મણ રહે છે તે બ્રાહ્મણ–ધનાઢય છે, દાનેશ્વરી અને દયાળુ તરીકે લેકમાં પ્રસિદ્ધ છે તે સરળ આશયવાળો છે અને ખેતીના કાર્યમાં કુશળ છે તેને ધનશ્રી નામની પત્ની છે, પરંતુ અસતીઓમાં અગ્રેસર, પાપમાં રક્ત, ખરાબ આચરણવાળી પરપુરુષમાં જ આસક્ત અને અત્યંત ધૂતારી છે, કહ્યું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust