________________ શ્રી મુનિપતિ ચરિત્રમ “ઘડપણ આવ્યા પછી પ્રાણી ધર્મ કરવાની શક્તિવાળે રહેતો નથી. ખરેખર મેં તે વૃદ્ધાવસ્થા આવવા છતાં મારી આત્મસાધનાનો વિચાર સરખે કર્યો નહીં, હવે તો હું પુત્રને રાજ્ય આપીને દીક્ષા જ ગ્રહણ કરૂં. આમ વિચારી રાજાએ પુત્રને રાજ્ય આપ્યું. - એ જ વખતે તે જ નગરના ઉપવનમાં ધર્મઘોષ નામના મુનિ સમેસ–આવ્યા. રાજા વિગેરે બધા પરિવાર સહિત મુનિને વંદન કરવા ગયા. ગુરુએ પણ તેઓને વર્મને ઉપદેશ આપે. “જે મનુષ્ય કૃતન (કરેલા ઉપકારને ભૂલી જનાર) હોય, નિર્દય હોય, પાપાચરણ કરનાર હોય, બીજાઓનો દ્રોહ કરનાર હોય, રૌદ્ર ધ્યાનમાં જ તત્પર હોય, અને ક્રૂર હોય, તે મરીને નરકે જ જાય છે” જેનામાં કાવ્યશક્તિ હોય, રોગરહિત હોય, અત્યંત બુદ્ધિ હોય, સ્ત્રીઓને પ્રિય લાગતો હોય, જેને સુવર્ણ લાભ થતો હેય દેવામાં પણ પૂજાપાત્ર થતો હોય, અને વજનો ઉપર જેની ભક્તિ હોય, આ માનવી સ્વર્ગમાંથી આવેલ હોય તેમ જાણવું. નરકમાંથી આવના૨ મgષ્યનાં લક્ષણે નીચે પ્રમાણે છે : “રોગી હોય, સ્વજનો ઉપર વેર રાખતો હેય, દરિદ્ર હોય, મૂર્ખાઓની જ સબત કરતે હોય, અત્યંત ક્રોધ કરતે હોય, જેના બેલ પણ કડવા જ હોય, આ માનવ નરકમાંથી આવેલ હોય તેમ સમજવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust